મોરબી અને રાજકોટમાં વાહનચોરી કરનાર શખસને એ-ડિવિઝન પોલીસે ઝડપ્યો

  • May 27, 2021 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી અને રાજકોટ વિસ્તારોમાંથી મોટરસાયકલ ચોરી કરનાર શખ્સને એ ડિવિઝન પોલીસે ઝડપી બે વાહન કબજે કર્યો અન્ય કોઈ ચોરીમાં સંડોવણી છે કે નહીં તેની પોલીસ તપાસ શરૂ કરી
જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદારાની સુચના તેમજ  રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પી.આઇ. ,  વી.જી.જેઠવા  પોલીસ સહિતની ટિમ પેટ્રોલીંગમાં હોય ત્યારે પોલીસ કોન્સ્ટેબલ આસીફ રાઉમા અને ભાનુભાઈ બાલાસરા ખાનગી રહે બાતમી મળી હતી કે એક શખ્સ શંકાસ્પદ નંબર પ્લેટ વગરનું એકટીવા બાઇક લઇને  ઘુનડારોડ તરફ થી પસાર થવાનો જેથી પોલીસ વોચમાં  ત્યારે નંબરપ્લેટ વગરનું એકટીવા મોટર સાયકલ નિકળતા તેને રોકી તેનું નામ પુછતા પોતે પોતાનું નામ ભાવેશ ઉર્ફે ભાવલો ચતુરભાઇ વડઘાસીયા / પટેલ રહે.રાજકોટ મવડી ચોકડી જલારામ સોસાયટી શેરી નં.૦૧ મહાબહુચરાજી કૃપા વાળો હોવાનું જણાવ્યુ હતું મોટરસાયકલ કાગળો માંગતા એકટીવાના કાગળો માંગતા સાથે ગોળ ગોળ જવાબ દેતા એન્જીન ચેસીસ નંબર પોકેટકોપ દ્વારા સર્ચ કરતા તેમજ શકાસપદ વ્યક્તિ પૂછપરછ કરતા મોટર સાયકલ મોરબી મહેશ હોટલ પાસેથી ચોરી કર્યાનું સ્વીકાર્યું હતું તેમજ અન્ય ગુનાઓ માટે પૂછતાં તેણે પાંચ દિવસ પહેલા રાજકોટ શહેર ભુતખાના ચોક પાસેથી એક હોન્ડા એવીએટોર મોટર સાયકલ નંબર -૦૩--૩૨૫૮ કિંમત રૂપિયા ૩૦,૦૦૦ કબ્જે કરી રાજકોટ શહેર સીટી-એ ડીવીઝીન પોલીસ સ્ટેનશમાં  જાણ કરવા કરી છે


આ બાઈક ચોરી કરનાર શખ્સને ઝડપવામાં પી.આઇ. ,  વી.જી.જેઠવા , પોલીસ હેડ કોન્સ્ટેબલ રામભાઇ મઢ, મનસુખભાઇ દેગામડીયા, કિશોરભાઇ મિયાત્રા, મહાવીરસિંહ પરમાર, તથા પોલીસ કોન્સટેબલ ભાનુભાઇ બાલાસરા, ચકુભાઇ કરોતરા, આશિફભાઇ રાઉમા, સમરથસિંહ ઝાલા, ભરતભાઇ હુંબલ, સંજયભાઇ બાલાસરા, ભાવેશભાઇ મિયાત્રા વિગેરે સહિતની ટિમ જોડાયેલ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS