BREAKING NEWS

ધ્રોલ નજીક હિટ એન્ડ રનના બનાવમાં થોરીયાળી ગામનું દંપત્તિ ખંડિત

  • May 11, 2026 12:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધ્રોલ નજીક હિટ એન્ડ રનના બનાવમાં થોરીયાળી ગામનું દંપત્તિ ખંડિત

કુટુંબીક લગ્નના પ્રસંગમાંથી પરત ફરી રહયા હતા ત્યારે કારે ટકકર મારી 

જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોલ નજીક હિટ એન્ડ રનનો કરુણ અકસ્માત સર્જાયો હતો. બાઈક પર લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલા દંપતિને કારચાલકે ટક્કર મારતા પત્નીનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે પતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. આ બનાવને પગલે પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. બનાવ અંગે મૃતક મહિલાના પુત્ર દ્વારા કારચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પડધરી નજીક થોરીયાળી ગામમાં રહેતા ધીરજલાલ કેશવજીભાઈ કોટડીયા (ઉં.વ.૫૬) પત્ની દયાબેન કોટડીયા (ઉં.વ ૫૩) મોવૈયા ગામે પોતાના કુટુંબના કાકાના દીકરાના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. લગ્નવિધિ પૂર્ણ થયા બાદ તેઓ બાઈક નં. જીજે૩એનએસ-૦૭૨૫ પર ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે ધ્રોલ નજીક મોડપર પાટીયા પાસે પાછળથી પૂરઝડપે આવેલી કાર નં. જીજે૩૬એઆર-૧૬૫૨ના ચાલકે તેમની મોટરસાયકલને જોરદાર ટક્કર મારતા બાઈક પરથી પટકાઈ જતા પત્નીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજ્યું હતું જ્યારે પતિને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત સર્જી કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર બનાવ અંગે મૃતકના પુત્ર મવડી ભકિતધામ સોસાયટીમાં રહેતા મુળ થોરીયાળીના વતની રાજેશ ધીરજલાલ કોટડીયાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને ફરાર કારચાલકને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. 
​​​​​​​

​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application