અલથાણ સંગિની સોલીટેરમાં રહેતા એક વેપારીને ત્યાં ગત રોજ જીએસટી વિભાગે રેડ કરી હતી. રેડ દરમિયાન વેપારીએ 5મા માળેથી 25 લાખના રોકડ અને દાગીના ભરેલી બેગ બાલ્કનીમાંથી નાંખી દીધી હતી. જે બેગ નીચેથી કોઈ ચોરી જતા મોટો હોબાળો મચ્યો હતો.
પોલીસે ગણતરીનાં કલાકોમાં એક ઈસમને ત્યાંથી સમગ્ર મુદ્દામાલ રિકવર કરી લીધો હતો. આ માલ પોલીસે વેપારીને પરત નહિ આપતા વેપારીએ હોબાળો મચાવ્યો હતો. સાથે જ પોલીસે આ મામલે કોઇ કાર્યવાહી નહિ કરતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે.
સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ, અલથાણ સંગિની સોલીટેરમાં એક વેપારીને ત્યાં જીએસટી વિભાગે ગત રોજ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન વેપારીએ બ્લેક મની છૂપાવવા રહેઠાણના 5મા માળેથી એક બેગમાં ૨૫ લાખની રોકડ અને સોનાના ઘરેણાં ભરી બાલ્કનીમાંથી ફેંકી દીધી હતી. જો કે નીચેથી આ બેગ એક ગઠિયો ઉઠાવી ગયો હતો. બેગની ખાસ્સી શોધખોળ કરવા છતાં નહિ મળતા ખૂબ હોબાળો થયો હતો.
બાદમાં આખો મામલે અલથાણ પોલીસમાં પહોંચ્યો હતો. અલથાણ પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે બેગ ઉઠાવી જનારની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં મોડી રાત્રે બોની નામના ઇસમને પકડી પાડ્યો હતો.પોલીસે તેના ઘરેથી સમગ્ર મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. જો કે જપ્ત કરેલો મુદ્દામાલ પોલીસે વેપારીને પરત નહિ કરતા વેપારીએ હોબાળો મચાવ્યો હતો.
પોલીસે આ મામલે આજદિન સુધી કોઈ કાર્યવાહી પણ કરી ન હતી. પોલીસે કોઈ કાર્યવાહી નહિ કરતા અને મુદ્દામાલ પણ વેપારીને પરત નહિ આપતા પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી હતી. આ મામલે ડીસીપી ગુર્જરે વધુમાં જણાવ્યું હતું કે, મામલાની તપાસ કરી રહ્યા છીએ, આ મામલે કંઈ પણ હશે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં જમીન તબદીલીના નિયમોમાં ફેરફાર, સહમાલિકોની સંમતિ વિના નોંધણી નહીં
March 21, 2025 11:04 PMઅમદાવાદમાં દારૂની ખેપ: પોલીસથી બચવા કારચાલકે અનેક વાહનોને અડફેટે લીધા, 4.53 લાખનો મુદ્દામાલ જપ્ત
March 21, 2025 09:23 PMઅમદાવાદઃ કુબેરનગરમાં 13 વર્ષની સગીરાએ XUV કારથી એક્ટિવા ચાલકને ઉડાળ્યો, યુવકનું મોત
March 21, 2025 09:22 PMPM નેતન્યાહુને સુપ્રીમ કોર્ટથી ઝટકો, આંતરિક સુરક્ષા વડાને હટાવવાના નિર્ણય પર રોક
March 21, 2025 09:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech