હળવદમાં લોખંડ ચોરી કૌભાંડમાં કચ્છના વેપારીએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી

  • July 04, 2023 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાંધીધામના સામખીયારી ખાતે રહેતા ચેતન જગદીશભાઇ પટેલે પોતાના માલીકીની જીજે૧૨બીવાય-૨૦૯૪ નંબરની ટ્રક ટ્રેઇલરમાં સામખીયારી ખાતે આવેલ ઇલેકટ્રોથર્મ ઇન્ડીયા લીમીટેડ નામના કારખાનામાંથી અલગ અલગ સાઇઝના લોખંડના સીલ બંધ રૂ.૨૦,૩૯,૫૩૧/-ની કિંમતના ૩૯.૪૨૦ મેટ્રીક ટન સળીયાનો માલ ભરાવી સ્વરૂપારામ અમરારામ (રહે. ખારીયાકીટા ભાનપુરા, તા.રામસર જી.બાડમેર (રાજસ્થાન)) નામના ડ્રાઇવર મારફતે સામખીયારીથી રવાના કરી સુરત સંગીની એસોસીએટ કારખાનામાં ખાલી કરવા રવાના કરેલ હોય જે આરોપી ટ્રક ટ્રેઇલરના ડ્રાઇવરે નિયત જગ્યાએ માલ નહી પહોચાડી અને રસ્તામાં પોતાના અંગત આર્થીક ફાયદા સારૂ ટ્રેઇલરમાં ભરેલ લોખંડના સીલ બંધ સળીયાના બન્ડલમાંથી લોખંડના સળીયાની ૦૨ ભારીઓ જેની અંદાજે રૂ.૮,૨૫૦/-ની કિંમતના આશરે ૧૫૦ કીલોના સળીયા કાઢી આર્થીક લાભ મેળવી ફરીયાદીના તમામ સળીયા ભરેલ ટ્રકને નિયત જગ્યાએ નહી પહોચાડી ફરીયાદી તથા માલ મંગાવનાર પાર્ટી સાથે છેતરપીંડી કરતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application