જેતપુર હાઈ-વે પર રોંગસાઈડ વળેલા ટ્રક હેઠળ બાઈકચાલકનું મૃત્યુ

  • March 10, 2021 02:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુર શહેરનો ધારેશ્વર રોડ ફરી બન્યો લોહિયાળ રાજકોટ તરફ જતો એક ટ્રકની આગળ રહેલ ટેન્કર અચાનક વળવા જતાં સ્પીડથી આવતા ટ્રક ચાલકે ટ્રકને રોંગ સાઈડમાં વાળી દેતા પોતાની સાઈડમાં નિરાંતે જતા બાઇક ચાલક પર ટ્રક ફરી વળતા ચાલકનું ટ્રક હેઠળ ચગદાઈને કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.


શહેરનો ધારેશ્વર રોડ અકસ્માત માટે કુખ્યાત બની ગયો છે. અહીં પંદર દિવસમાં એકાદ અકસ્માત તો સર્જાયું જ હોય. જેમાં આજે સાંજે તો વિચિત્ર પ્રકારનો અકસ્માત સર્જાયો હતો. શહેરથી રાજકોટ બાજુ જઇ રહેલ ટ્રક નંબર જેજી - ૧૬ એક્સ ૯૨૧૨ ધારેશ્વર પાસે પહોંચતા આગળ જઇ રહેલ એક ટેન્કર નંબર જીજે ૧૨ એક્સ ૩૫૯૬ વાળાએ અચાનક વળાંક વાળવા જતા પાછળ પુરપાટ ઝડપે આવતા ટ્રકે અકસ્માતથી બચવા તેણે રોંગ સાઈડ એટલે કે સામેની બાજુ ટ્રક વાળી લીધો. તેમ છતાં ટ્રકના આગળનો ભાગે ટેન્કરના આગળનો ભાગને હડફેટે લઈને સામેની બાજુ ચાલ્યો ગયો. જ્યાં સામેની સાઈડમાં ધારેશ્વરથી જ કડીયા કામ કરીને પોતાના ઘરે મોટર સાયકલ પર પરત ફરી રહેલ દેવશીભાઈ હાજાભાઈ બાટા ( ઉવ. ૬૫) રહે, કડીયા પ્લોટ નવાગઢવાળાને હડફેટે લઈ ટ્રક રોડની નીચે ઉતરી ગયો હતો. જેમાં દેવશીભાઈ મોટર સાયકલ સહિત ટ્રક હેઠળ પાછલા જોટા ટાયર હેઠળ ચગદાઈ ગયા હતાં. બીજીબાજુ અકસ્માત સર્જાતા રોડ પર ટ્રાફિકજામ સર્જાય ગયો હતો. અને કેટલાક સેવાભાવી લોકો દ્વારા  ટ્રક હેઠળ ફસાય ગયેલ દેવશીભાઈને માંડમાંડ બહાર કાઢી લાશને પીએમ માટે સરકારી હોસ્પીટલે ખસેડયા હતાં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS