હાર્દિક પંડ્યાને 'પ્રથમ ગ્રાસે મક્ષિકા', ગુજરાત ટાઇટન્સના પહેલા જ મેચમાં નહી હોય આ સ્ટાર ખેલાડી

  • March 21, 2023 07:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સીઝન 31 માર્ચથી શરૂ થશે, જેમાં પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. જો કે, આ પહેલા ગુજરાત માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમનો મેચ સ્ટાર ખેલાડી ડેવિડ મિલર શરૂઆતી કેટલીક મેચોમાં ભાગ લઈ શકશે નહીં, જેને લઈને ફ્રેન્ચાઈઝીએ પણ ઘણી નિરાશા વ્યક્ત કરી છે.

વાસ્તવમાં, દક્ષિણ આફ્રિકાની ટીમ નેધરલેન્ડ સામે 2 વનડે રમવાની છે, જે વર્લ્ડ કપ સુપર લીગનો પણ ભાગ છે. આ બંને મેચ 31 માર્ચ અને 2 એપ્રિલે રમાશે, જેથી ડેવિડ મિલર ત્યાર બાદ જ ગુજરાત ટાઇટન્સ ટીમ સાથે જોડાઈ શકશે. આ વર્ષે ભારતમાં રમાનારી ODI વર્લ્ડ કપ માટે સીધા ક્વોલિફાય થવા માટે દક્ષિણ આફ્રિકાની ટીમ માટે આ બંને મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ડેવિડ મિલરે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તેમની ફ્રેન્ચાઇઝીએ તેમની શરૂઆતની મેચોમાં રમી ન શકવા પર નિરાશા વ્યક્ત કરી છે. મિલરે કહ્યું કે અમદાવાદમાં રમવું હંમેશા મોટી વાત રહી છે અને તે પણ ચેન્નાઈ સામેની મેચમાં. આ મેચમાં ન રમી શકવાને કારણે હું ચોક્કસપણે થોડો નિરાશ છું, પરંતુ આ વનડે શ્રેણીના મહત્વને ધ્યાનમાં રાખીને મારે તેમાં ભાગ લેવાનો નિર્ણય લેવો પડ્યો. આ કારણે હું એક મેચ રમી શકીશ નહીં.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application