IPLમાં થયો એક મોટો બદલાવ, સ્ટેન્ડમાં ગયેલા બોલનો ઉપીયોગ ફરી કરવામાં નહિ આવે 

  • August 09, 2021 05:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

IPL 2021ની અધૂરી સિઝનની બાકીની મેચ 19 સપ્ટેમ્બરથી યોજાવાની છે. યુએઈમાં દુબઈ, શારજાહ અને અબુ ધાબીમાં બાકીની 31 મેચ રમાવાની છે. IPL ની ચાલુ લીગમાં કોરોના સંક્ર્મણ લાગવાને કારણે 4 મેના રોજ બાકીની મેચો મુલતવી રાખવામાં આવી હતી.  જયારે મેચ મુલતવી રાખવામાં આવી ત્યારે 60 માંથી માત્ર 29 મેચ રમાઈ હતી અને 31 મેચો બાકી હતી. સંક્ર્મણના કારણે BCCI બાકીની મેચો પર કોઈ જોખમ લેવા માંગતી ના હતી. હવે બાકીની મેચોમાં પણ એક નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે. 

 

મળતી માહિતી મુજબ જો બોલ સ્ટેન્ડ (સ્ટેડિયમની બહાર)માં જાય તો તે બોલનો ફરીથી ઉપીયોગ થઈ શકશે નહિ. તેની જગ્યાએ નવા બોલથી મેચ આગળ રમવામાં આવશે. કોરોનો પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને બનાવેલા આ નવા નિયમ મુજબ જો બોલ સ્ટેન્ડમાં જાય તો અમ્પાયર બીજા બોલથી મેચ શરુ કરશે. જે બોલ સ્ટેન્ડમાં જાય તેને સેનિટાઇઝ કરી લાઇબ્રેરીમાં મૂકી દેવામાં આવશે. 

 

BCCIએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે. યુએઈ બોર્ડ પહેલેથી જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે આઈપીએલ સિવાય ટી 20 વર્લ્ડ કપ દરમિયાન લોકો મેચ જોવા આવી શકે છે. આ માટે BCCI અને ICC બંને  વાતચીત કરી રહ્યા છે. યુએઈમાં 17 ઓક્ટોબરથી ટી 20 વર્લ્ડ કપની પણ શરૂઆત થવાની છે. 

 

IPLના બીજા તબક્કાની મેચ 19 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધી યોજાવાની છે. બાકી 31 મેચમાંથી 13 મેચ દુબઈમાં રમાશે. આ સિવાય શારજાહમાં 10 અને અબુ ધાબીમાં 8 મેચ થશે. ઘણા દિવસોમાં બે મેચો પણ રમવાની છે. ભારતીય સમય અનુસાર એક મેચ બપોરે 3.30 થી શરૂ થશે, અને બીજી સાંજે 7.30 થી શરૂ થશે. સમગ્ર 2020 સીઝનની મેચ યુએઈમાં યોજાઈ હતી અને મુંબઈ ઈન્ડિયન્સે 5 મી વખત ટાઇટલ જીત્યું હતું. વર્તમાન સિઝનમાં, દિલ્હી કેપિટલ્સની ટીમ અત્યારે ટોચ પર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS