BREAKING NEWS

ઓખામાં ૪૨ વર્ષના માછીમારી યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો

  • April 25, 2026 12:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓખામાં ૪૨ વર્ષના માછીમારી યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો


બોટમાં સુતા બાદ નિંદ્રાવસ્થામાં એટેક આવ્યો


ઓખા વિસ્તારમાં વધુ એક યુવાનનું હાર્ટના હુમલાથી મૃત્યુ નિપજયાનું સામે આવતા શોકનુ મોજુ પ્રસરી ગયુ છે, અગાઉ અને તાજેતરમાં હૃદયરોગના હુમલાના બનાવ સામે આવી ચુકયા છે. 


ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા અને મૂળ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના રહીશ બહાદુભાઈ ભાણાભાઈ હળપતિ નામના ૪૨ વર્ષના યુવાનને ગઈકાલે શુક્રવારે ઓખાથી આશરે ૨૦ નોટિકલ દૂર દરિયામાં ભોલેનાથ નામની બોટમાં સુતા બાદ ઊંઘમાં હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ દશરથભાઈ નાનુભાઈ ટંડેલે ઓખા મરીન પોલીસને કરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application