1955ની કારની 1100 કરોડમાં થઈ હરાજી

  • March 11, 2024 07:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ પહેલા ફેરારી 250 જીટીઓએ વિશ્વની સૌથી મોંઘી કાર હોવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તે 542 કરોડમાં વેચાઇ હતી. મર્સિડીઝ-બેન્ઝ 300 SLR ની હરાજી 5 મેના રોજ જર્મનીના સ્ટુટગાર્ટમાં મર્સિડીઝ-બેન્ઝ મ્યુઝિયમમાં થઈ હતી.
  જ્યારે કારની કિંમતની વાત આવે છે, તો તમે ઘણીવાર વિચારતા હોવ છો કે તેની કિંમત 1 કરોડ, 2 કરોડ કે 10 કરોડ રૂપિયા હશે, પરંતુ જ્યારે તમને કહેવામાં આવે છે કે દુનિયામાં એક એવી કાર છે, જેનું 1100 કરોડમાં જો વેચાણ થયું હોય તો તે ચોક્કસ છે કે તમને તમારા કાન પર વિશ્વાસ નહી આવે. 

અમે તમને જે કાર વિશે જણાવી રહ્યા છીએ તે 1955માં બનેલી Mercedes-Benz 300 SLR કાર છે. આ કાર વિશ્વની અત્યાર સુધીની સૌથી મોંઘી કાર છે અને જર્મનીમાં તેની 1100 કરોડ રૂપિયામાં હરાજી કરવામાં આવી છે. Mercedes Benz 300 SLR એક સ્પોર્ટ્સ કાર છે અને તેને અમેરિકન બિઝનેસમેન ડેવિડ મેકનીલે ખરીદી છે.

આ હરાજીનું આયોજન સોથબીના ઓક્શન હાઉસ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કારને 'મોનાલિસા ઑફ કાર્સ' કહેવામાં આવે છે. કંપનીએ અત્યાર સુધી આ મોડલની માત્ર 2 જ કાર બનાવી છે. તેમાં 3.0 લીટરનું એન્જિન છે અને તે 180 કિમીની ટોપ સ્પીડ પર દોડી શકે છે. આ કારે તે સમયે 12માંથી 9 કાર રેસ જીતીને રેસિંગ કાર પર પ્રભુત્વ જમાવ્યું હતું. આ પહેલા વિશ્વની સૌથી મોંઘી કાર હોવાનો રેકોર્ડ Ferrari 250 GTOના નામે હતો.  મર્સિડીઝ-બેન્ઝ 300 SLR ની હરાજી 5 મેના રોજ જર્મનીના સ્ટુટગાર્ટમાં મર્સિડીઝ-બેન્ઝ મ્યુઝિયમમાં થઈ હતી. આ હરાજીએ Ferrari 250 GTO નો ઓક્શન રેકોર્ડ તોડ્યો છે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 1950ના દાયકામાં કંપની દ્વારા Mercedes-Benz 300 SLRના માત્ર બે મોડલ બનાવવામાં આવ્યા હતા. આ પછી મર્સિડીઝે 1955માં આ રેસિંગ કાર બનાવવાનું બંધ કરી દીધું હતું. મર્સિડીઝની આ બે હાઈ ટોપ વેરિઅન્ટ કારમાં ત્રણ લીટરનું એન્જિન છે. જેની ક્ષમતા 302 PS છે. તેનું એન્જિન એકદમ મજબૂત છે. તે સમયની કારોમાં તે સૌથી ઝડપી કાર હતી.


આ રેસિંગ કારને રેસિંગ ટ્રેક પર પણ લોન્ચ કરવામાં આવી હતી. વર્ષ 1954માં આ કારે રેસમાં અજાયબી કરી બતાવી હતી. આ કારે 12માંથી 9 રેસ જીતીને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. એક રિપોર્ટ અનુસાર, જ્યારે આ રેસિંગ કારને 1955માં લે મેન્સ રેસમાં રેસિંગ ટ્રેક પર લૉન્ચ કરવામાં આવી હતી, ત્યારે કાર ડ્રાઈવર સહિત 83 દર્શકો અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. જે બાદ આ કારને રેસિંગથી અલગ કરી દેવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application