માતાએ મોબાઈલ ફોન આપવાની ના પાડતા ૧૪ વર્ષના પુત્રનો ગળેફાંસો ખાઈ આપઘાત

  • June 29, 2020 06:23 PM 364 views

અરરરર...ભગવાન આ શું થઇ રહ્યું છે. મોટેરા મટી હવે બાળકોના પણ આપઘાત તરફ પ્રેરાઈ જિંદગી ટૂંકાવી રહ્યા છે. છેલ્લા દશ દિવસમાં બે માસુમ બાળકોએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોત નીપજ્યું છે. બનાવના પગલે પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે.શહેરના મવડી બાપા સિતારામ ચોક નજીક જયનારાયણ પાર્કમાં રહેતાં અને ધોરણ-૧૦માં અભ્યાસ કરતા ભાર્ગવ મનસુખભાઇ સિરોયા (ઉ.વ.૧૪) ના પટેલ તરૂણે ગઈકાલે  પંખામાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી મચી જવા પામી છે. માતાએ મોબાઇલ ફોન ન આપતાં તે બાબતેનું લાગી આવતા  પગલુ ભરી લીધાનું ખુલ્યું હતું. રાત્રીના અઢી વાગ્યે  માતા કિરણબેન ઉઠીને અગાસીએથી નીચે પાણી પીવા આવ્યા ત્યારે પુત્ર  ભાર્ગવને લટકતો જોતાં બુમાબુમ કરી મુકી હતી. પાસે રહેતા અન્ય પરિવારજનો પણ દોડી આવતા ૧૦૮ને જાણ કરવામાં આવી હતી ૧૦૮ના ઇએમટીએ ભાર્ગવને મૃત જાહેર કરતાં પરિવાર ઉપર જાણે આભ ફાટી પડયું હતું. બનાવ અંગે  તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. 


આપઘાત કરનાર ભાર્ગવ  એકનો એક પુત્ર હતો. પિતા મનસુખભાઇ કાનજીભાઇ સિરોયા (ડાંડ) મુળ ગોંડલના ગુંદાસરાના વતની છે અને રાજકોટમાં કારખાનુ ધરાવે છે. ભાર્ગવના કાકા હિતેષભાઇએ  જણાવ્યું હતું કે આ વર્ષે જ ભાર્ગવ ધોરણ-૧૦માં આવ્યો છે. તે ગુરૂકુળમાં ભણે છે. શનિવારે  રમવા જતો હતો ત્યારે તેણે મોબાઇલ ફોન માંગ્યો હતો. પણ માતા કિરણબેને મોબાઇલ ન આપતા એ પછી તે રાત્રે  બધાની સાથે જમ્યો હતો. બધા અગાસીએ સુવા ગયા હતાં. પરંતુ તે હું નીચે સુઇ જાવ છું કહી નીચેના રૂમમાં જતો રહ્યો હતો. રાત્રીના અઢી વાગ્યે તેના મમ્મી પાણી પીવા જાગ્યા ત્યારે તેને લટકતો જોયો હતો ભાર્ગવને દસમા ધોરણમાં આવ્યો હોવાથી વધુ મોબાઇલનો ઉપયોગ ન કરવાનું કેહતા આ પગલું ભરી લીધું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application