લીલિયાના સલડી ગામે ૧૨ વર્ષના બાળકનો ગળેફાંસો ખાઇ આપઘાત

  • June 30, 2020 12:41 PM 47 views

 લીલીયાના સલડી ગામે ગઈકાલે માતા પિતા સવારે અમરેલી ખરીદી કરવા ગયા બાદ પરત ઘરે આવતા તેના ૧૨ વર્ષીય પુત્રની બાથરૂમમાંથી લાશ પડી હોવાનું સામે આવ્યા બાદ ભારે ચકચાર મચી જવા પામી હતી પુત્રની લાશ જોઈ માતા પિતા શોકમાં શરી પડ્યા હતા લીલીયા પોલીસે ૧૨ વર્ષીય બાળકના મૃતદેહને ભાવનગર પેનલ પીએમ અર્થે મોકલી હતી જ્યાંથી પોલીસને તબીબો દ્વારા જાણવા મળ્યું હતું કે બાળકે ગળાફાસો ખાઈ આપઘાત કરેલ હતો.પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે બાળકને આંખોમાં ૧૫ જેટલા નંબર હોવાથી આપઘાત કર્યો હતો.


આ અંગે મળતી વિગતો અનુસાર લીલીયા તાલુકાના સલડી ગામે રહેતા સુમિતભાઈ સાર્દુલભાઈ ડેર તેમજ તેમના પત્ની ગઈકાલે સવારે ૯ વાગ્યે ખરીદી કરવા અમરેલી ગયેલ હતા અને ત્યાંથી પરત ૧૧ વાગ્યે આવતા તેમના ૧૨ વર્ષીય પુત્ર સોહમ  બાથરૂમ માં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પુત્રની લાશ જોઈ માતા પિતા શોકમાં સરી પડ્યા હતા લીલીયા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી બાળકની લાશ કબ્જે લઇ ભાવનગર પેનલ પીએમ અર્થે મોકલી હતી,લીલીયા પોલીસ એ લાસ કબ્જે લીધી હતી ત્યારે સોહમ ના ગાળામાં ઓઢણી વીંટેલ હતી અને ખીલા માં ઓઢણી બાંધી ગળાફાસો ખાઈ લીધેલ હતો. પરંતુ પોલીસ દ્વારા ૧૨ વર્ષીય સોહમ આપઘાત શું કામ કરે તેવા સવાલ ઉઠતા હતા.


જેથી પીએસઆઇ એસ.આર મેઘાણી એ તપાસ પણ આદરેલ હતી પેનલ પીએમના રીપોર્ટમાં સોહમ એ પોતાની જાતેજ ગળાફાસો ખાઈ લીધેલ છે. જેથી સોહમ ના માતા પિતાને લીલીયા પીએસઆઇ એ પૂછતાછ કરી હતી જેમાં જાણવા મળેલ કે સોહમને આંખોમાં ૧૫ જેટલા ચશ્માંના નંબર હતા જેથી તેણે કંટાળી આ પગલું ભર્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application