જસદણ તાલુકાના આટકોટ ગામમાં એક મહિલાને પેટમાં અસહ્ય પીડા થતી હતી. છેલ્લા છ મહિના થયા સતત આ યુવતી પીડા ભોગવી રહી હતી.આ 26 વર્ષીય યુવતીએ પોતાને થતી પીડા માટે હોસ્પિલમાંથી દવાઓ લઈ પ્રાથમિક સારવાર કરાવી હતી.. જો કે આમ છતાં દર્દ માંથી કોઈ રાહત ન મળતા આ યુવતી આટકોટ ખાતે આવેલ કે.ડી. પરવાડીયા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં સારવાર કરાવવા પોહચી હતી..અહીંયા ડોક્ટરો દ્વારા અલગ અલગ તપાસ કરવામાં આવી હતી જે બાદ હોસ્પિટલ ના ડોક્ટરોને ખ્યાલ આવ્યો હતો કે મહિલાના પેટમાં ગાંઠ છે. ગાંઠ માટે સર્જરી કરાવવાની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. ડોક્ટરોના મતે આ સર્જરી ખૂબ જ જટિલ હોવાનું ડોક્ટરો એ યુવતીના પરિવારજનોને જણાવ્યું હતું.. આ યુવતી ની પરિસ્થિતિ સતત બગડી રહી હતી જેથી પરિવારજનો પણ સતત ચિંતિત થઈ રહ્યા હતા જોકે બાદમાં આ યુવતીના પરિવારજનો એ આટકોટમાં આવેલી કેડી પરોડીયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં યુવતીની સર્જરી કરાવવાનું નક્કી કર્યું. અહીંયા ખાસ ડોક્ટરની ટીમ દ્વારા આ મહિલાનો પેટની સર્જરી કરવામાં આવી આ સર્જરી દરમિયાન મહિલાના પેટમાંથી મોટી ગાંઠ નીકળી જેને ગાંઠની સાઈઝ જોઈને ડોક્ટરો પણ ક્ષણભર માટે વિચારતા રહી ગયા હતા ત્યારે આટલી મોટી ગાંઠ નું વજન પણ કરવામાં આવ્યું હતું જેમાં વજન કાંટામાં આ ગાંઠ દસ કિલો છ સો નવ ગ્રામની હોવાનું સામે આવ્યું હતું... ત્યારે આ મહિલાને છેલ્લા છ મહિના થયા થઈ રહેલી સતત પીડા નું કારણ પણ આટલી મોટી ગાંઠ હોવાનું ડોક્ટરોની સામે આવ્યું હતું ત્યારે ડોક્ટરોએ વધુ સારવાર આપી મહિલાને દર્દમાંથી મુક્તિ અપાવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતઃ સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ, દ્વારકામાં 24 કલાકમાં ખાબક્યો 18 ઈંચ વરસાદ
July 20, 2024 08:21 PMયાત્રાધામ દ્વારકામાં ફાયર અને પોલીસની ટીમ દ્રારા 9 લોકોનુ રેસ્ક્યુ કરવામાં આવ્યુ
July 20, 2024 06:41 PMજામનગરમાં ગુરુદત્ત સોસાયટીમાં મકાન પર વીજળી પડી
July 20, 2024 06:33 PMભાણવડ તાલુકાનો વર્તું -૧ ડેમ ૯૭ ટકા ભરાયો, નિચાણવાળા ગામ લોકોને સાવચેત રહેવા સૂચના
July 20, 2024 06:05 PMદ્વારકામાં બારે મેઘા ખાંગા, દ્વારકા પાણી પાણી
July 20, 2024 06:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech