શહેરમાં નવરાત્રી પૂર્વે વેલકમ નવરાત્રીનો અનોખો ક્રેઝ છે, ગરબાનો માહોલ બંધાવાની સાથે ખેલૈયાઓના ઉત્સાહને વધાવવામાં પ્રાચીન–અર્વાચીન રાસોત્સવ નવ દિવસ પૂર્વે વેલકમ નવરાત્રીનું એક દિવસીય આયોજન કરવામાં આવે છે જેમાં પણ મોટી સંખ્યામાં ગરબા રમવા માટે ખેલૈયાઓ ઉમટતા જોવા મળે છે.
રાજકોટમાં ૧૭ વર્ષથી વેલકમ નવરાત્રીનું સફળ આયોજન આજકાલના અતુલભાઇ જોશીના માર્ગદર્શન હેઠળ ઝૂમ ગ્રુપના યશ જોશી, નીલ જોશી અને ગર રાસોત્સવના યોગીન છનિયારા દ્રારા કરવામાં આવી રહ્યું છે. ઝૂમ ગ્રુપ દ્રારા ગઈકાલે નાનામવા ગ્રાઉન્ડ ખાતે આયોજિત વેલકમ નવરાત્રીમાં કલાસિક ઇવેન્ટના સથવારે મુંબઈ–સૌરાષ્ટ્ર્રના સિંગર્સના સુર અને ધમાકેદાર ઓર્કેસ્ટ્રાના તાલે મોટી સંખ્યામાં ખેલૈયાઓ જલસાથી જુમ્યા હતા આ સાથે જ નવરાત્રીના પ્રથમ પડઘમ પડા હતા. ગરબાની સાથે સાથે જાણીતા આર.જે.ધ્યાન દ્રારા પણ અવનવા ટુચકા જોક સાથે મસ્તી ધમાલ મચાવી હતી. અને વિજેતા ખેલૈયાઓને આકર્ષક ઇનામો આપવામાં આવ્યા હતા.
ઝૂમ ગ્રુપ આયોજિત વેલકમ નવરાત્રીના પ્રસંગે આજકાલના એડિટર ઈન ચીફ ચંદ્રેશભાઇ જેઠાણી, આજકાલના ગ્રુપ એડિટર કાનાભાઇ બાંટવા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહાપાલિકા સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઈ ઠાકર, જી એચપી ગ્રુપ અને જાણીતા બિઝનેસમેન યોગીનભાઈ છનિયારા. વાસુકી ગ્રુપના બંકીમભાઇ મહેતા, અમદાવાદ ફિલ્મ સીટી પરિવાર, નીતિનભાઈ ભટ્ટ, પરેશભાઈ ભટ્ટ, સીનોવા પરિવારના સભ્યો. ગાર્ડન ઈ લાઈટ અનંતા ગ્રુપના મયુરભાઈ માલધારી, ડો.જતીન ભટ્ટ, ભાસ્કર ભટ્ટ, અગ્ર ગુજરાતના સુનિલભાઈ જોશી સહિતના માનવંતા મહેમાનો ઉપસ્થિત રહી માતાજીની આરતી કરી રાસોત્સવને માણ્યો હતો.
આયોજનને સફળ બનાવવા માટે આજકાલ દૈનિક, ટોપ ઈન ટાઉન ન્યુઝ પેપર, ફિલ્મ સીટી અમદાવાદ, ગર રાસોત્સવ, ગાર્ડન અનંતા રિસોર્ટ સહિતનો સહયોગ રહ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech