ઔદ્યોગિક વિસ્તાર તરીકે જાણીતા બનેલા લોધિકા તાલુકાના મેટોડા અને કોટડા સાંગાણી તાલુકાના શાપરમાં નવી સરકારી પ્રાથમિક શાળા શરૂ કરવાની દિશામાં રાજકોટ જિલ્લા પંચાયતમાં કામગીરી ચાલી રહી છે . આગામી તારીખ સાતના સોમવારે બપોરે 12:00 વાગે જુના કોર્ટ બિલ્ડીંગ ખાતે મળનારી શિક્ષણ સમિતિની બેઠકમાં આ સંદર્ભે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પાબેન મુકેશભાઈ તોગડીયાના અધ્યક્ષ સ્થાને યોજાનારી આ બેઠકમાં પ્રાથમિક શાળાના ઓરડાઓ ગ્રામ પંચાયતને સોંપવા, જર્જરીત બનેલા ઓરડાઓ તોડી પાડવા, પ્રાથમિક શાળાની જમીન ગ્રામ પંચાયતોને સોંપવા સહિતની બાબતોએ પણ નિર્ણય લેવામાં આવશે.
આ ઉપરાંત પ્રાથમિક શાળાઓમાં કમ્પાઉન્ડ વોલ, રીપેરીંગ, વર્ગખંડની દીવાલોમાં સુવિચાર, ચિત્રો, વિવિધ માહિતીઓ સાથેનું નિરૂપણ કરવા બાબતે પણ નિર્ણય લેવામાં આવશે. આગામી દિવસોમાં કઈ તારીખે અને કયા સ્થળે વિજ્ઞાન મેળો યોજવો તેનો નિર્ણય પણ આ બેઠકમાં કરવામાં આવશે.
શાળાઓમાં પીવાના પાણીની સુવિધા, શ્રેષ્ઠ શાળા,શિક્ષક અને આચાર્યને ઈનામ આપવા માટેની ખર્ચની જોગવાઈ આ મિટિંગમાં કરવામાં આવશે.
શાળાઓમાં પુસ્તકાલય, ફર્નિચર, બ્યુટીફીકેશન, મોર્ડનાઈઝેશન માટે કાયમી ખર્ચની વ્યવસ્થા કરવાની દરખાસ્ત પણ શિક્ષણ સમિતિની બેઠકમાં મૂકવામાં આવી છે. આવી જ રીતે કાયમી ધોરણે રમતોત્સવ માટે પણ ખર્ચની જોગવાઈ કરવામાં આવશે.
જે શાળાઓમાં શૈક્ષણિક સાધનોની ઘટ છે અને વહીવટી સાહિત્ય પૂરતા પ્રમાણમાં નથી ત્યાં તે પૂરું પાડવામાં આવશે. શાળાના કમ્પાઉન્ડમાં ગેટથી શાળા બિલ્ડીંગ સુધી પેવર બ્લોક નાખવાની જોગવાઈ બાબતે પણ સોમવારની મિટિંગમાં ચચર્િ કરવામાં આવશે.બ્યુટીફિકેશનના કામને ધ્યાનમાં રાખી શાળાઓનું પ્રવેશદ્વાર, પ્રાંગણમાં બાગ બગીચા, બિલ્ડીંગની બહાર અને અંદરની દીવાલોમાં કલાત્મક કૃતિ ગોઠવવા સહિતના મુદ્દે શિક્ષણ સમિતિની બેઠકમાં ચચર્િ કરવામાં આવશે. સ્વચ્છતાના મુદ્દે પણ સાધનો વસાવવાની ખાસ જોગવાઈ આ મિટિંગમાં કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
પ્રાથમિક શાળાઓની કિશોરીઓને સેનેટરી નેપકીન આપવામાં આવે છે. તેનું મશીન કઈ શાળામાં નથી અને તે ખરીદવા શું થઈ શકે તે બાબતે પણ આગામી બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. કઈ શાળાઓમાં સ્માર્ટ ક્લાસ બનાવી શકાય તેમ છે? તેની પણ ચચર્િ થવાની છે. અનેક પ્રાથમિક શાળાઓ ભાડાના મકાનમાં છે બેસે છે તેને પોતાનું બિલ્ડીંગ બનાવવામાં શું થઈ શકે ?તે સંદર્ભે પણ વિસ્તૃત ચચર્િ શિક્ષણ સમિતિની બેઠકમાં કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech