દિલ્હીમાં ઝીરો વિઝિબિલિટિ, રાજકોટ-અમદાવાદ આવતી તમામ ફ્લાઈટ કલાકો સુધી લેટ

  • February 19, 2021 08:36 PM 

દિલ્હીમાં ખરાબ હવામાનના કારણે દિલ્હી થી આવી રહેલી રાજકોટ અને રાજકોટથી દિલ્હી જઈ રહેલી બંને ફ્લાઇટ તેના નિર્ધારિત સમય કરતાં કલાકો સુધી મોડી હોવાથી પેસેન્જર માટે હાલાકી ઉભી થઇ છે. દિલ્હીમાં ભારે ધુમ્મસ ના લીધે સવારે ૧૦ વાગ્યા સુધી ઝીરો વિઝિબિલિટી હોવાથી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને રૂટની ફ્લાઈટ્સ ટેક ઓફ થઇ શકી ન હતી. મળતી વિગત મુજબ દિલ્હી એરપોર્ટ અલગ-અલગ શહેરોની ૪૦ થી ૪૫ ફ્લાઈટસ હજુ સુધી ઉડાન ભરી શકી ન હતી.જેને લઈ ને રન વે પર વિમાન ની કતારો લાગી છે.
 

સ્પાઈસજેટની દિલ્હી થી રાજકોટ આવતું એસ.જી 643 એરક્રાફ્ટ સવારે 5. 30 કલાકે ઉડાન ભરે છે પરંતુ ગાઢ ધુમ્મસના કારણે સવારે 11 વાગ્યા સુધી વિમાન રાજકોટ માટે ઉડાન ભરી શક્યું નથી તો બીજી તરફ રાજકોટ થી દિલ્હી જતું સ્પાઈસજેટનું એસ.જી 644 એરક્રાફ્ટ સવારે 7.40એ ઉડાન ભરે છે પરંતુ દિલ્હી થી આવતી ફ્લાઇટ હજુ સુધી રાજકોટના આવી હોવાના લીધે અહીં થી દિલ્હી જનારી ફ્લાઇટ અને દિલ્હી થી અમદાવાદ ઉપરાંત અન્ય શહેરોમાં ટેક-ઓફ થનારી ફ્લાઇટ 11 વાગ્યા સુધી ઉડાન ભરી શકી નથી, સવારે 5.30 નો વિમાન નો સમય હોવાથી મુસાફરો પણ દિલ્હી એરપોર્ટ પર ચાર વાગ્યાના આવી ગયા છે. ખરાબ હવામાનના કારણે ટાઈમટેબલ વિખેરાઈ જતા પેસેન્જર


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS