હાશકારો: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લાંબા સમય બાદ રવિવારે કોરોનાનો ઝીરો ફિગર

  • June 28, 2021 10:35 AM 

કુલ એક્ટિવ કેસ 30 સુઘી પહોંચ્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાની બીજી લહેર પૂર્ણતાના આરે હોવાનું ચિત્ર જોવા મળી રહ્યું છે. મહિનાઓ પછી ગઈકાલે રવિવારે જિલ્લામાં એક પણ કોરોનાનો નવો દર્દી સરકારી ચોપડે નોંધાયો નથી. જો કે એક પણ દર્દી ડીસ્ચાર્જ થયો નથી. વધુમાં શનિવારે ત્રણ નવા કેસ અને 11 ડિસ્ચાર્જ નોંધાયા છે. બે દિવસના સમયગાળા દરમિયાન સરકારી તંત્ર દ્વારા કોરોના સંદર્ભે 514 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. લાંબા સમય બાદ જિલ્લામાં મ્યુકરમાઈકોસિસનો વધુ એક દર્દી નોંધાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS