યુક્રેન યુદ્ધને રોકવા ઝેલેન્સકીની શાંતિ સમિટની તૈયારી : ભારતને આમંત્રણ

  • September 25, 2024 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યુક્રેનના રાષ્ટ્ર્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ યુએન સુરક્ષા પરિષદને કહ્યું કે, રશિયા–યુક્રેન યુદ્ધને સંપૂર્ણ રીતે રોકવા માટે બીજી શાંતિ સમિટની તૈયારી કરવી જોઈએ. તેમણે ભારત અને અન્ય દેશોને શાંતિ પ્રક્રિયામાં જોડાવા આમંત્રણ આપ્યું હતું. ઝેલેન્સ્કીએ કહ્યું કે, એકતા હંમેશા શાંતિ માટે કામ કરે છે. યુક્રેનના રાષ્ટ્ર્રપતિએ કહ્યું કે, ભારત સિવાય તેમને ચીન અને બ્રાઝિલને પણ શાંતિ પ્રક્રિયામાં સામેલ થવા આમંત્રણ આપ્યું છે. તેમને વધુમાં કહ્યું કે, તેઓ આ અંગે અમેરિકા સાથે પણ કામ કરી રહ્યા છે.
રશિયા–યુક્રેન યુદ્ધ પર ઝેલેન્સકીએ કહ્યું કે, આપણે બધા જાણીએ છીએ કે જો આપણે પરિસ્થિતિને ઈમાનદારીથી જોઈએ અને રશિયાને યુદ્ધમાં જતા રોકવા માંગીએ, તો આપણે જાણીએ છીએ કે શું કરવાની જર છે. સૌથી મહત્વની વાત એ છે કે, આપણે સાથે મળીને કામ કરવું જોઈએ. એકતા હંમેશા શાંતિ માટે કામ કરે છે. આપણે આ યુદ્ધને સમા કરવા માટે બીજા શાંતિ શિખર સંમેલનની તૈયારી કરવી પડશે. તેમા માટે હત્પં તમને બધાને આમંત્રિત કં છું. તમામ પ્રમુખ દેશોએ આ પ્રક્રિયામાં સામેલ થવું જોઈએ. અમે ચીનને આમંત્રણ આપ્યું છે. અમે બ્રાઝિલને પણ આમંત્રિત કયુ છે. હત્પં ભારતને પહેલાથી જ આમંત્રિત કરી ચૂકયો છું. અમે બધા આફ્રિકી, લેટિન, અમેરિકા, પશ્વિમ એશિયાઈ દેશ અને સેન્ટ્રલ એશિયાના સંપર્કમાં છીએ.
ઝેલેન્સકી સોમવારે યુએસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. ત્રણ મહિનામાં બંને નેતાઓની આ ત્રીજી મુલાકાત હતી. ગત મહિને પીએમ મોદી કિવમાં યુક્રેનના નેતાને મળ્યા હતા. આના એક સાહ પહેલા પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્ર્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. સોમવારે ઝેલેન્સકીને મળ્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે, દ્રિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે અમે યુક્રેનની મારી મુલાકાતના પરિણામોને અમલમાં મૂકવા માટે પ્રતિબદ્ધ છીએ. પ્રધાનમંત્રીએ યુક્રેનમાં સંઘર્ષના સમાધાન અને શાંતિની પુન: સ્થાપના માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યેા હતો.
ઝેલેન્સકીએ આ બેઠક અંગે જણાવ્યું હતું કે, તેમની વાતચીતનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્ર્રીય મંચો પર, ખાસ કરીને સંયુકત રાષ્ટ્ર્ર અને જી–૨૦માં સંવાદને વધારવાનો તેમજ બીજી શાંતિ સમિટની તૈયારી કરવાનો હતો. તેમણે વધુમાં કહ્યું કે, તેઓ તેમના સંબંધોને સક્રિયપણે આગળ ધપાવે છે. જણાવી દઈએ કે, રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા અઢી વર્ષથી સંઘર્ષ ચાલી રહ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application