ધનશ્રીએ હોટ ડાન્સ વીડિયો શેર કરતા ચાહકોરે ટ્રોલ કરી લખ્યું કે ક્રિકેટરની પત્ની છે કે નાચવાવાળી
યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.સોશિયલ મીડિયા પર આ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.જેમાં તે જબરી ટ્રોલ થઈ છે.
ટીમ ઇન્ડિયાના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ હાલ ઇંગ્લેન્ડમાં છે. ચહલ ત્યાં કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો છે, જેમાં તેનુ પ્રદર્શન શાનદરા રહ્યું. આ દરમિયાન સોશિયલ મીડિયા પર યુઝવેન્દ્ર ચહેલની વાઇફ ધનશ્રી વર્માનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જ્યારે ધનશ્રી વર્માએ પોતાના ડાન્સનો વીડિયો ફેન્સની વચ્ચે શેર કર્યો તો જોતજોતામાં તે વાયરલ થઈ ગયો. ફેન્સને પણ આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે. જ્યારે કેટલાક ફેન્સ આ વીડિયોને લઈને ક્રિકેટરની વાઇફથી નાખુશ જોવા મળ્યાં હતા.
ધનશ્રી વર્માએ લાંબા સમય પછી પોતાના ઇન્સ્ટાગ્રામ પર ડાન્સનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે ‘લટ્ટૂ’ ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ્સ કરી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 2 લાખથી વધુ લાઇક્સ મળી ચૂકી છે. જણાવી દઈએ કે, ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે હંમેશા પોતાના ડાન્સ વીડિયોઝ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. આ વચ્ચે એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે, “શું ચહલ ભાઈને રૂપિયા ઓછા પડી રહ્યાં છે કે, આ આવી રીતે ડાન્સ કરી રહી છે અને ક્રિકેટરની વાઇફ આવું કરે છે શું?” આ યુઝરની કોમેન્ટથી સ્પષ્ટ અનુમાન લગાવી શકાય કે તે, ધનશ્રીના આ વીડિયોથી નાખુશ છે. જ્યારે એક અન્ય યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે, “તે ચહલની પત્ની છે, કે નાચવા વાળી.”
ધનશ્રી વર્મા ડાન્સ કોરિયોગ્રાફર અને ડેન્ટિસ્ટ પણ છે. ધનશ્રી વર્માની ડાન્સ રિલેટેડ એક યુટ્યુબ ચેનલ પણ છે. વર્ષ 2017માં તેણે પોતાની યુટ્યુબ ચેનલ બનાવી અને ધીમે ધીમે તે ખૂબ ફેમસ થઈ ગઈ. ધનશ્રી બોલીવુડના ગીતોને રિક્રિએટ કરે છે. સાથે જ તે હિપ હોપની ટ્રેનિંગ પણ આપે છે. તેની પોતાની ડાન્સ કંપની પણ છે. યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માની લવસ્ટોરી પણ ઘણી રસપ્રદ છે. બંનેની મુલાકાત 2020માં લોકડાઉન દરમિયાન વર્ચ્યુઅલી થઈ હતી. ચહલ ડાન્સ શીખવા માટે ધનશ્રી વર્માના ક્લાસમાં જોડાયો હતો, અહીંથી જ બંને વચ્ચે લવ સ્ટોરી શરૂ થઈ હતી. ત્યાર બાદ તેઓએ ડિસેમ્બર 2020માં લગ્ન કરી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech