સનાતન ધર્મ ગ્રંથોના આધાર સ્તંભ પ્રમાણ સાથે યુ-ટ્યુબ ઉપર પ્રારંભ થયેલી જીવનની સફળ યાત્રાને આવકારતું યુવાધન

  • June 29, 2021 10:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

   આજના આધુનિક યુગમાં સનાતનધર્મનો પ્રચાર પ્રસાર અને પ્રાચીન ઋષિપરંપરા સાથે સંસ્કૃતિનો વારસો જળવાઈ રહે તેવા શુભ ઉદ્દેશ્ય સાથે સ્ટુડિઓ દ્વારા યુ-ટ્યુબના માધ્યમથી જીવનની સફળ યાત્રાનો તાજેતરમાં જ યુવા ક્રાંતિકારી વિચારધારા ધરાવતા અને સંસ્કૃતમાં નિપુણ અભ્યાસી જીતેશભાઈ શુક્લ દ્વારા સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે. જેનો પ્રારંભ ગત શનિવાર તા. 26 મી થી થયો છે.

    આ અંગે ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે હાલના સમયમાં ખાસ કરી યુવાવર્ગને પ્રમાણોની જરૂરત પડે છે અને પછી તેને જીવનના આચરણમાં મૂકે છે. આપણી સંસ્કૃતિમાં દરેક જગ્યા એ કોઈને કોઈ વિજ્ઞાન છુપાયેલું જ છે. પણ આપણે એ ક્યાંક ચુકી ગયા છીએ અથવા તો સમજાવવામાં જ નથી આવ્યું.  તેવા અનેક પ્રશ્નોનું લૌકીક અને પ્રાચીન ઉદાહરણો અને છેવાડાના માનવીને સમજાય તેવી સરળશૈલીમાં શ્લોકોની વ્યાખ્યા, ભજન, કાવ્યોના માધ્યમ સાથે વધારેને વધારે સનાતન ધર્મમાં છુપાયેલી રહસ્ય કોઈ પણ પ્રકારના આર્થિક લાભ વિના સંપૂર્ણ નિસ્વાર્થભાવે દર શનિવારે રાત્રે નવ વાગ્યે યુટ્યુબ પર jitesh shukla shastreeji ચેનલના માધ્યમથી પ્રારંભ કરવામાં આવ્યો છે.

    સાથે સાથે જીવનના મૂલ્યો શુ સૂચવે છે તેને પણ સરળતાથી આ વિષયમાં આવરી લેવાયો છે. દરેક યુવાધનને આ ધર્મને સંસ્કૃતિની જ્ઞાનરૂપી જ્યોત છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં યથાયોગ્ય રીતે યોગદાન આપવા અપીલ કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS