બાંગ્લાદેશમાં આજે યુનુસ ૧૫ સભ્યો સાથે લેશે શપથ

  • August 08, 2024 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર ગુવારે કાર્યભાર સંભાળશે. આ જાણકારી આર્મી ચીફ જનરલ વકાર–ઉઝ–ઝમાને આપી છે. તેમણે જણાવ્યું કે સરકારમાં સામેલ લોકો ગુવારે રાત્રે ૮ વાગ્યે શપથ લેશે.
જનરલ ઝમાને કહ્યું હતું કે વચગાળાની સરકારની સલાહકાર પરિષદમાં ૧૫ સભ્યો હશે અને તેના વડા મોહમ્મદ યુનુસ હશે. રાષ્ટ્ર્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને મંગળવારે રાત્રે યુનુસને વચગાળાની સરકારના વડા તરીકે નિયુકત કર્યા. શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશ છોડા બાદ રાષ્ટ્ર્રપતિએ આ નિમણૂક કરી હતી.
બાંગ્લાદેશ જતા પહેલા પેરિસ એરપોર્ટ પર બોલતા યુનુસે કહ્યું હતું કે સરકારના વડા તરીકે તેમની પ્રાથમિકતા દેશમાં સામાન્ય સ્થિતિ સ્થાપવાની રહેશે. દેશમાં સ્થિતિ સામાન્ય બને અને તમામ પીડિતોને ન્યાય મળે તે માટે તે પહેલા દિવસથી જ પ્રયત્નો કરશે.
દરમિયાન બાંગ્લાદેશની કોર્ટે શ્રમ કાયદાના ઉલ્લંઘન બદલ મોહમ્મદ યુનુસને આપવામાં આવેલી છ મહિનાની જેલની સજા રદ કરી છે. હસીના સરકારના કાર્યકાળ દરમિયાન નોંધાયેલા કેસમાં આ સજા આપવામાં આવી હતી. સમાચાર એજન્સી રોયટર્સ દ્રારા આ માહિતી આપવામાં આવી છે.
દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયા, જેઓ ઘણા કેસોમાં દોષિત ઠેરવ્યા બાદ ૨૦૧૮ થી નજરકેદમાં હતા. તેમને મંગળવારે મુકત કરવામાં આવ્યા હતા. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના વડા ખાલિદાએ કહ્યું છે કે લોકોએ તેમના સંઘર્ષ દ્રારા અશકયને શકય બનાવ્યું છે. હવે ગુસ્સા અને બદલાની ભાવનાથી કાર્યવાહી નહીં કરવામાં આવે પરંતુ દેશનું નિર્માણ પ્રેમ અને શાંતિથી કરવામાં આવશે. ખાલિદાનો પક્ષ પણ વચગાળાની સરકારનો હિસ્સો હશે.
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના થોડા દિવસ ભારતમાં રહેશે. તેમના પુત્ર સજીબ વાજેદ જોયે આ વાત કહી હતી. સોમવારે ઢાકામાં વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યા બાદ હસીના તેની બહેન શેખ રેહાના સાથે એરફોર્સના કાર્ગેા એરક્રાટમાં દિલ્હી નજીક હિંડન એરબેઝ પર પહોંચ્યા હતા. ભારત સરકારે તેમને ત્યાં સુરક્ષિત જગ્યાએ રાખ્યા છે. એક જર્મન અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં સજીબે કહ્યું કે તેમણે હજુ નક્કી નથી કયુ કે તેની માતા હસીના કયાં રહેશે પરંતુ હાલમાં તે ભારતમાં છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News