લ્યો બોલો...: હેબતપુરમાં યુવાને સ્વખર્ચે વાવેલા વૃક્ષોના તંત્રે ખોટા બિલ બનાવી ભ્રષ્ટાચાર આચર્યો

  • February 25, 2021 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હેબતપુર ગામે ૨૦૧૭માં ગામના જ એક યુવાને વનવિભાગને સાથે રાખી ૪૦૦ રોપાઓનું વાવેતર કર્યું હતુ. હેબતપુરના યુવાને જાતે ખર્ચો કરી રોપાઓને ઉછેર્યાને તંત્રએ મળતિયાઓના નામે વાઉચરો બનાવી ભ્રષ્ટાચાર આદર્યો હતો. યુવાન દ્વારા છેંક ગાંધીનગર સુધી રજૂઆત કરાતા તપાસનો ધમધમાટ શરૂ કરાતાં વનવિભાગમાં દોડધામ મચી જવા પામી છે. હાલ ગાંધીનગર તકેદારી આયોગ દ્વારા સુરેન્દ્રનગર ડીવીઝનમાં ફરીથી તપાસનું કામ સોંપતા વન વિભાગના ભ્રષ્ટાચારી અધિકારીઓ દોડતા થયા છે.
જૂન ૨૦૧૭માં હેબતપુરના યુવાન હર્ષદ પંચાલે સરકારી જાહેરાતો સાંભળી વનવિભાગને સાથે રાખી પૂર્વ ધારાસભ્ય પુનમભાઈ મકવાણાની હાજરીમાં ૪૦૦ રોપાઓનું તંત્ર દ્વારા વાવેતર કરાયું હતું. વૃક્ષો વાવ્યા બાદ તંત્ર દ્વારા ત્રણ-ચાર વખત આ રોપાઓને પાણી આપ્યા સિવાય કોઈ ખાસ કામગીરી કરાઇ ન હતી. જે અંગેથી આરએફઓ આર.એન.પટેલને રજૂઆત પણ કરાઇ હતી.


હેબતપુરના હર્ષદ પંચાલને આ કેસમાં ભ્રષ્ટાચારની શંકા જતા આર.ટી.આઇ. દ્વારા માહિતી માંગતા તંત્ર દ્વારા ખર્ચ હેબતપુર હરિયાળી ગ્રામ યોજનાના બહાના હેઠળ રૂ. ૨ લાખ ઉધારી સરકારી નાણાની ઉચાપત કરી ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવ્યું હતુ. આ અંગે હર્ષદ પંચાલે ગાંધીનગર અરણ્યભવન ખાતે પોતે કરેલો ખર્ચ અને બીજા જરુરી પુરાવા રજુ કરી કસુરવારોને કડકમાં કડક સજા કરાય તેવી માગણી કરી હતી.


તપાસમાં ખોટા બિલો મુકવામાં બીટ ગાર્ડ અને આર એફ ઓના સગા વ્હાલા હોવાની શંકા છે. ગામલોકોએ કહ્યું હતુ કે, અહીંયા ૭૦ ટકા કામગીરી ગામના હર્ષદ પંચાલ જ કરી છે. ત્યારબાદ બળી ગયેલા રોપાની જગ્યાએ તંત્ર દ્વારા ફરીથી નવા રોપાનું પ્લાન્ટેશન કરાયું હતું. એકવાર વોટરીંગ કરાયું પરંતુ ફરીથી તંત્ર દ્વારા કામગીરી બંધ કરી દેવાઇ હતી. હાલ ગાંધીનગર તકેદારી આયોગ દ્વારા ફરીથી તપાસનું કામ સોંપતા અધિકારીઓ દોડતા થયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS