મનહરપુર–૧માં રાત્રીના મકાન પર સોડા બોટલના ઘા કરી તોડફોડ

  • March 01, 2023 09:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



View this post on Instagram

A post shared by Aajkaal (@aajkaaldaily)





ચાર માસ પૂર્વે દલિત યુવાન પર છરી વડે હત્પમલો કર્યા બાદ અગાઉ બે વખત તેના ઘરના કાચ ફોડી વધુ એક વખત આતકં મચાવ્યો: વૃધ્ધાની ફરિયાદ પરથી બે શખસો સામે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો




રાજકોટની ભાગોળે જામનગર રોડ પર આવેલા મનહરપુર–૧ ગામમાં જૂની અદાવત સબબ રાત્રીના બે શખ્સોએ દલિત પરિવારના ઘર પર સોડા બોટલોના છુટા ઘા કરી ઘરના કાચ ફોડી નાખી પરિવારને ગાળો આપી જ્ઞાતિ અંગે આપમાનિત કર્યા હતા. આ મામલે વૃદ્ધાની ફરિયાદ પરથી પોલીસે એટ્રોસિટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તોડફોડ કરનાર આ શખસોને ઝડપી લેવા માટે શોધખોળ શ કરી છે.





બનાવની જાણવા મળતી વિગતો મુજબ,મનહરપુર ૧ માં દ્રારકાધીશ પેટ્રોલ પપં સામે રહેતા મણીબેન જેઠાભાઈ સાગઠીયા(ઉ.વ ૭૦) દ્રારા યુનિવર્સિટી પોલીસ મથકમાં આ મામલે નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં મનહરપુરમાં જ રહેતા વિનય ઉર્ફે ભૂરોઉકેડીયા અને એક અજાણ્યા શખસનું નામ આપ્યું છે.





વૃદ્ધાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ મોડી રાત્રિના દોઢેક વાગ્યે કાચ તૂટવાનો અવાજ આવતા તેઓ જાગી ગયા હતા અને તેમના પુત્રવધુ મનિષાબેન પણ જાગી ગયા હતા. કાચ તૂટવાનો ખૂબ જ અવાજ આવતો હોય બારીમાંથી જોતા ઘરની બહાર એકટીવા પર આવેલ બે શખ્સો તેમની પાસે રહેલ કાચની સોડા બોટલોના કેરેટમાંથી છુટા ઘા કરતા હતા જેમાંથી એક વિનય ઉર્ફે ભૂરો હોય જે આ જ વિસ્તારનો હોવાથી વૃદ્ધા તેમને ઓળખી ગયા હતા યારે તેની સાથે એક અજાણ્યો શખ્સ હતો પરિવારે આ શખસોને કોણ છો ઉભા રહો તેવું કહેતા વિનય વધુ ઉશ્કેરાયો હતો અને ગાળો આપી જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહ્યા હતા. સોડા બોટલોના આ છુટા ઘા કરતા ઘરની આગળની દીવાલમાં લગાવેલ કાચ તૂટી ગયો હતો તથા ઘરના હોલમાં પણ તોડફોડ થઈ હતી. બાદમાં પોલીસને જાણ કરી દેતા આ શખસો અહીંથી નાસી ગયા હતા અને ત્યારબાદ આ ફરિયાદ નોંધાવી હતી.




બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, ચારેક મહિના પૂર્વે વિનય અને તેની સાથેના અન્ય શખ્સોએ મળી ફરિયાદીના મોટા પુત્ર નાનજીભાઈ સાગઠીયા(ઉ.વ ૪૨) ને છરી મારી દીધી હોય જે બાબતે નાનજીભાઈએ વિનય વિદ્ધ ફરિયાદ કરી હતી. ત્યારબાદ ત્રણેક માસ પૂર્વે વિનય બે વખત કાચની સોડા બોટલોના ઘા કરી મકાનના કાચ ફોડી નાખ્યા હતા. બાદમાં ગઈકાલ રાત્રે ફરી વિનય અહીં ધસી આવ્યો હતો અને સોડા બોટલોના છૂટા ઘા કરી કાચ ફોડી ફોડી નાખી અંદાજિત પિયા ૧૫,૦૦૦ નું નુકસાન કયુ હોય આ મામલે વૃધ્ધાની ફરિયાદ પરથી પોલીસે બંને આરોપીઓ સામે આઈપીસની કલમ ૩૩૬, ૨૯૪(ખ), ૪૨૭, ૧૧૪ અને એટ્રોસિટી એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application