જે ઘરમાં કેટલાક દિવસથી લાડકવાયા દીકરાના લની ખુશીનો પાર નહતો, ઢોલ અને શરણાઈના સૂરો સાથે લગીતો ગવાઈ રહ્યા હતા એ ઘરમાં દન સાથે મરસીયા ગવાયા હતા. જે દીકરાની આજે જાન જવાની હતી એ ઘરમાંથી દીકરાની નનામી ઉઠતા પરિવાર ઉપર જાણે આભ ફાટું હોઈ એવી સ્થિતિ સર્જાઈ હતી. કુદરત જાણે રિસાયો હોઈ તેમ ક્ષણભરની ખુશી મરણ પ્રસંગમાં ફેરવાઈ ગઈ હતી.
રાજકોટના પોપટપરા વિસ્તારમાં રહેતો અજય રામજી ભાઈ સોલંકી (ઉ.વ.૨૨)નામનો યુવક બપોરે મોટાભાઈ શૈલેષ સાથે બેઠો હતો ત્યારે અચાનક ઢળી પડતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો યાં એક ઉલ્ટી થયા બાદ દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી.
અજય કારખાનામાં કામ કરતો હતો અને બે ભાઇમાં નાનો હતો. બનાવની કણતા એ હતી કે, મૃત્યુ પામનાર અજયના લ લેવાઈ ગયા હતા અને શુક્રવારે મંડપ રોપણ સહિતના પ્રંસગો હતા જયારે શનિવારે જંગલેશ્વર વિસ્તારમાં જાન પરણવા માટે જવાની હતી. પરંતુ કુદરત ને કાંઈક બીજું જ મંજુર હોઈ અને અચાનક ઈશ્વર રિસાયો હોઈ તેમ પરિવારમાં લની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. એકબાજુ ભાવિ ભરથારની રાહ જોતી નવવધૂનો ચૂડી ચાંદલો પહેરે પહેલા જ નંદવાઈ જતા બને પરિવારમાં ઘેરો આક્રદં સર્જાયો હતો. કદાચ અહીં પરિવાર વલોપાત કરતા કહેતો હશે જાન ગઈ આજે જીવ લઇ ને હવે ઘરનો સુનો માંડવડો... લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો..અમ રડતી આંખે જોતા રહ્યા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : રાંદલ નગરમાં ગાય પર દુષ્કર્મ મામલો
April 11, 2025 04:00 PMકચ્છમાં સરવે દરમિયાન ગુમ થયેલા ઈજનેરની લાશ પાંચમાં દિવસે મળી
April 11, 2025 03:19 PMકોઠારીયા રોડ પર રૂા.૬૦.૮૩ લાખના હીરાની ચોરી
April 11, 2025 03:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech