કેરળમાં ચકચારી ઘટનાઃ 23 વર્ષના સનકી યુવકે ગર્લફ્રેન્ડ અને પરિવારના 5 સભ્યોને મોતને ઘાટ ઉતાર્યા, પોતે પણ ઝેરી દવા પી પોલીસ સામે હાજર થયો

  • February 25, 2025 10:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તિરુવનંતપુરમ નજીક વેંજારામુડુમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં 23 વર્ષીય યુવકે ગઈકાલે પોલીસ સમક્ષ કબૂલાત કરી કે તેણે તેના 13 વર્ષના ભાઈ, 80 વર્ષના દાદી અને એક મહિલા સહિત પંચ લોકોની હત્યા કરી છે. આ મહિલા તેની ગર્લફ્રેન્ડ હોવાનું કહેવાય છે. અફાન સાંજે વેંજારામુડુ પોલીસ સ્ટેશન આવ્યો અને પોતાનો ગુનો કબૂલ કર્યો.


આ વ્યક્તિની ઓળખ અફાન તરીકે થઈ
પોલીસે જણાવ્યું કે આ વ્યક્તિની ઓળખ અફાન તરીકે થઈ છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અફાને દાવો કર્યો હતો કે તેણે ઝેર પીધું હતું. હાલમાં, પોલીસ આ જઘન્ય ગુના પાછળનું કારણ શોધવામાં વ્યસ્ત છે.


માતાના જીવન-મરણ વચ્ચે ઝોલા
પોલીસે પાંચ લોકોના મોતની પુષ્ટિ કરી છે, જ્યારે અફાનની માતાને ગંભીર હાલતમાં ખાનગી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેણે તેની માતા પર પણ હુમલો કર્યો હતો. મૃતકોમાંથી બે તેના નજીકના સગા હતા.


અફાને મોટું દેવું કરી લીધું હતું
પ્રાપ્ત માહિતી અનુસાર, અફાને પોલીસને જણાવ્યું હતું કે તેણે તેના પરિવારના છ સભ્યોની હત્યા કરી હતી કારણ કે તેઓ તેના પરનું મોટું દેવું ચૂકવવાનો ઇનકાર કરી રહ્યા હતા. જોકે, પોલીસને તેના નિવેદન પર શંકા છે અને માહિતી એકત્રિત કરવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપી ડ્રગ્સનો વ્યસની છે કે નહીં તે જાણવા માટે તેના ફોન અને કોલ ડિટેલ્સની તપાસ કરવામાં આવી રહી છે.


14 વર્ષના ભાઈને પણ ન છોડ્યો
અહેવાલ છે કે આરોપીએ પહેલા 80 વર્ષીય દાદીની બપોરે 3 વાગ્યે પંગોડમાં હત્યા કરી હતી. ત્યારબાદ તે એસએન પુરમ પહોંચ્યો જ્યાં તેણે તેના મામા 58 વર્ષીય અબ્દુલ લતીફ અને તેની પત્ની શાહિદા બીવીની હત્યા કરી. પછી તે ઘરે આવ્યો અને તેની માતા, 14 વર્ષના ભાઈ અફઝાન અને 19 વર્ષની ગર્લફ્રેન્ડ ફરશાનાની હત્યા કરી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application