BREAKING NEWS

પોપટપરા સ્મશાન પાસે હિટ એન્ડ રનમાં ઘવાયેલા યુવકનું મોત

  • November 14, 2025 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના રેલનગરમાં પોપટપરા સ્મશાન પાસે વીશેક દિવસ પહેલા હિટ એન્ડ રનના બનાવમાં ઘવાયેલા યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ છે. પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.


પ્રાપ્ત વિગત મુજબ પોપટપરામાં જેલ પાછળ રહેતો રાજા રતિલાલ દુદકીયા (ઉ.વ.૨૮)નો યુવક તા.૨૮/૧૦ના સાંજે સાડા આઠેક વાગ્‍યે ઘરેથી બાઇક લઈને કરીયાણુ લેવા માટે જતો હતો ત્યારે પોપટપરા સ્‍મશાન પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇકને ઠોકરે લેતા યુવક બાઈક સમેત રોડ પર પટકાતા ગંભીર ઈજાઓ થવાથી સારવાર માટે ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સિવિલમાં ખસેડાતા ગત રાત્રીના દમ તોડી દીધો હતો. બનાવ અંગે

હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનાર યુવક બે બહેન અને ચાર ભાઇમાં નાનો હતો. લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતાં. અને શાકભાજી વેંચી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પોલીસે અકસ્માત સર્જી નાસી છૂટેલા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application