પ્રેમ અને લાગણીની અભિવ્યકિતના અવસર ગણાતા વેલેન્ટાઇન સાહનો પ્રારભં થયો છે. યુવાઓ અને નવયુગલો દ્રારા સરપ્રાઈઝ ઉજવણીની તૈયારી શ કરી છે.સાહ દરમિયાન ઈંગ્લીશ ગુલાબ, ગિટ આર્ટીકલ, કાપડ એન્ટિક વેલરી સહિતની ચીજોની ખરીદીનો ધમધમાટ રહેશે અનેક સ્થળોએ સરપ્રાઈઝ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.આવતીકાલે ચોકલેટ ડે– આઇ લવ યુ કપલ બાર, હાર્ટ બોક્ષ બાર્બી, લવલી લોલીપોપ સહીત અવનવી ચોકલેટ વેરાયટીની માંગ છે.
આગામી ૧૪ ફેબ્રુઆરીના વેલેન્ટાઈન ડે ઉજવાશે. ફેબ્રુઆરી માસને વેલેન્ટાઈન મહિના તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસોની પ્રેમી પંખીડા આતુરતાથી રાહ જોતા હોય છે. આજથી વેલેન્ટાઈન વીકની ઉજવણીનો ગઈકાલથી પ્રારભં થયો છે.આ પ્રસંગે યુવાઓ સરપ્રાઈઝ ગીટ ની આપ લે કરતા હોય છે. અને પાર્ટીનું પ્લાનિંગ કરે છે. દરેક દિવસનું અલગ અલગ મહત્વ રહેલું છે. જેથી કોલેજીયન યુવાઓ નવયુગલો તથા મિત્ર વર્તુળ દ્રારા સાહ દરમિયાન દરરોજ અલગ અલગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી પ્રેમનો એકરાર કરાશે. આજે રોઝ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢના ફલોના વેપારીના જણાવ્યા મુજબ વેલેન્ટાઈન વીક અંતર્ગત ગુલાબના ફલોનો અગાઉથી જ સ્ટોક કર્યેા છે. ખાસ કરીને ઈંગલિશ ગુલાબની વધુ માંગ રહી છે.વેલેન્ટાઇન વીક અંતર્ગત ગુલાબની કિંમતમાં પણ ૧૫ ટકાનો વધારો થયો છે. જોકે યુવા હૈયાઓને પ્રેમની અભિવ્યકિત આડે ભાવ વધારો આવતો નથી લાલ ઉપરાંત પિંક અને રંગબેરંગી ગુલાબની ખરીદી વિશેષ જોવા મળી રહી છે એક સાહ સુધી ગુલાબની વધુ માંગ રહેશે.
આવતીકાલે શનિવારે પ્રપોઝ ડે, રવિવારે ચોકલેટ ડે, સોમવારે ટેડી ડે, મંગળવારે પ્રોમિસ ડે, બુધવારે હગ ડે, ગુવારે કિસ ડે, અને અંતિમ દિવસે શુક્રવારે વેલેન્ટાઈન ડે બનાવવામાં આવશે.જૂનાગઢના મોનજીનીસ કેકના નિલેશભાઈ ચારોલીયાના જણાવ્યા મુજબ વેલેન્ટાઇન વીક અંતર્ગત ચોકલેટ અને કેકમાં અલગ અલગ વેરાઈટી તૈયાર કરવામાં આવી છે.
દંપતી અને નવયુગલો ચોકલેટ એસોર્ટ બોકસ, આઇ લવ યુ બાર, કપલ બાર, હાર્ટ બોક્ષ ચોકલેટ, પ્રિઝમ , ચોકલેટ બાર્બી, ઉપરાંત વેલેન્ટાઇન સ્પેશિયલ લવલી લોલીપોપ અને અવનવી વેરાઈટીની કેક અને ચોકલેટની માંગ છે. આ ઉપરાંત ફ્રેન્ડશીપ બેલ્ટ, રોઝ બુકે, એન્ટિક વેડિંગ જવેલરી, ડ્રેસ મટીરીયલ, ચશ્મા, ઘડિયાળ, મોબાઈલ અને ઇલેકટ્રીક આઈટમ, સહિતની ચીજોની પણ ખરીદી થશે. વેલેન્ટાઇન વીકનો પ્રારભં થતાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં હોટલ રેસ્ટોરન્ટમા પણ યુવાઓને આકર્ષવા નવા સુશોભન અને શણગાર જોવા મળશે.
લગ્ન મંડપમા લવ ડોમ સેલ્ફી પોઇન્ટની વિશિષ્ટ થીમ
વેલેન્ટાઈન વીકની ઉજવણી વચ્ચે લગ્નસરાની સીઝન પણ હોવાથી નવયુગલોમાં ઉજવણી બેવડાઈ છે. મંડપ અને ઇવેન્ટ મેનેજમેન્ટના વેપારી જીતુભાઈના જણાવ્યા મુજબ લગ્ન મંડપમાં પણ વેલેન્ટાઇન વીક મુજબ દરરોજ અલગ અલગ દિવસની થીમ આપવામાં આવી છે સેલ્ફી પોઇન્ટને ગુલાબનો શણગાર, પિંક અને રેડ કાર્પેટ તથા જાનૈયાઓ અને લગ્નમાં આવેલા સ્નેહીજનોને પણ ગુલાબનું ફૂલ અને ચોકલેટ આપી સ્વાગત કરાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech