ચોથી વખતની ટ્રાયમાં સફળતા પ્રાપ્ત થઇ : 2021ની ઇન્ડીયન આર્મીની પરીક્ષામાં સંપુર્ણ સફળતા મેળવી છતા સરકારની ખામીઓના કારણે સ્થાન ન મળ્યું
જામનગરનું તેમજ ભોઈ સમાજ અને પરિવારનું નામ રોશન કરતા યશ અશ્વિનભાઈ મહેતા.જેમણે બીએસએફની પરીક્ષામાં સફળતા મેળવી છે.છેલ્લા 7 વર્ષથી ઇન્ડિયન આર્મીમાં જોડાવા માટે તન તોડ મેહનત કરી રહ્યા છે. છેલ્લા 7 વર્ષમાં ચાર વખત ઇન્ડિયન આર્મી માટે બે વખત અને બીએસએફ માટે બે વખત પરીક્ષા આપી છે જેમાં વર્ષ2020માં આર્મીમાં રનિંગ તેમજ મેડિકલ પરીક્ષામાં પાસ થયા બાદ પણ જોઈન ન થઈ શકયો કેમેકે સરકાર દ્વારા કોઈ કારણોસર ભરતી કેન્સલ કરાઈ હતી તેના કારણે આર્મીમાં જવાનું સપનું તૂટ્યું તેમજ 2024ની તા.14-12-2024એ તેમને સફળતા પ્રાપ્ત થઈ છે. તા.22-12-2024ને રવિવારના બીએસએફ દ્વારા જોઇનિંગ કોલ લેટર મેલ દ્વારા મળેલ છે. યશ મહેતા એ કરી દેખાડ્યું કે ઘૂઘરા વહેંચવાની સાથે બીએસએફમાં જોડાવાનો સફર ભવિષ્યમાં તે બીએસએફમાં ટ્રેનિંગ પુરી કરી દેશ માટે ભારતના નાગરિકો માટે હર હંમેશ અડીખમ રક્ષા કરશે અને જો કોઈ આતંકવાદી દેશ પર ખરાબ નજર કરશે તો તેનો પણ સફાયો કરી નાખશે.
જામનગરના એક રીક્ષા ચાલકના પુત્રએમાં સિદ્ધિ મેળવી છે. આ એક સમાજ માટે ઉદાહરણપ દાખલો કહી શકાય. યશ અશ્વિનભાઈ મહેતા નામના યુવકે ધોરણ 1 થી 9 પાર્વતી દેવીમાં અભ્યાસ કર્યો ધોરણ 10 મ્યુનિસિપલ સરકારી શાળામાં અભ્યાસ કર્યો અને ધો.11-12 પણ નવાનગર સરકારી શાળામાં અભ્યાસ કર્યો,ઘરની પરિસ્થિતિની ધ્યાનમાં લઈ યશ એક સરકારી શાળામાં જ જીવનના મુખ્ય ધો.10 અને ધો.12માં અભ્યાસ કરી ઉત્તીર્ણ થયેલ છે. યશનું બચપનથી જ ઇન્ડિયન આર્મીમાં જવાનું સપનું હતું.ધો.12 પછી તેમણે આઇટીઆઇમાં 2 વર્ષનું સીવીલનો કોર્ષ કર્યો બાદમાં ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ સાથે સાથે યશ એક વર્ષ ગુજરાત મેરેન્ટાઇન બોર્ડમાં તેમજ રિલાયન્સ કંપનીમાં સિવિલ કોર્ષના બેસ પર સુપરવાઈઝરની નોકરી પણ કરતો. તે આખો દિવસ નોકરી કરી રાત્રે આર્મીની પરીક્ષાની તૈયારી કરતો તેમજ વહેલી સવારે રનિંગ માટેની પ્રેક્ટિસ કરતો.
આજકાલ સાથેની ખાસ મુલાકાતમાં યશ એ જણાવ્યું કે તેમજ 2019 થી અત્યાર સુધી આ ચોથી વખત આર્મીમાં પરીક્ષા આપી છે. જેમાં તેમણે વર્ષ 2019માં જામનગર યુનિટમાં લેવાયેલ પરીક્ષામાં રનિંગમાં પાસ થઈ ગયો હતો પણ મેડીકલમાં તે નિષ્ફળ ગયા તેથી ત્યારે પણ તેમને નિષ્ફળતા મળી હતી. પણ કહે છે ને જેમને સંપનું જોયું હોય અને તે પૂર્ણ કરવા માંગતો હોય એ કદી પાછળ વળી ને જોતો નહિ. તે જ રીતે યશ પણ હાર માન્ય વગર સતત મહેનત કરતો રહ્યો અને સાથે સાથે ઘરમાં આર્થિક જરૂરના કારણે નોકરી પણ ચાલુ રાખી હતી.
વધુ વાત ચીતમાં યશ એ જણાવ્યું કે તેમણે સતત રનિંગમાં અને પરીક્ષા માટે મેહનત કરી છે આર્મીમાં જવાનું સપનું પૂરું કરવા માટે તેમણે રાત દિવસ એક કરી નાખ્યા છે. રનિંગ કરવાનું ચાલુ કર્યું ત્યારે શરૂઆતના 3-4 મહિનામાં તો બસ એવું જ થયું કે હવે નહિ કરવું પણ પપ્પા, મમ્મી અને મોટાભાઈના સપોર્ટથી અને તેમણે આપેલી હિંમત થી હું સતત મેહનત કરતો રહ્યો.વર્ષ 2021 તા.10-2ના રોજ દ્વારકા યુનિટ પર આર્મી ની પરીક્ષા આવી જેમાં મેં ફરી પાછું ફોર્મ ભર્યું અને પરીક્ષા આપી.અને રનિંગની પરીક્ષામાં લગભગ 350 જેટલા લોકો હતા તેમાંથી મેં એક્સીલેન્ટ મારી 350 લોકોમાંથી 4 ક્રમોક પ્રાપ્ત કર્યો તેમજ મેડિકલ માં પણ સફળતા મેળવી અને પરિવાર તેમજ જામનગરનું ગૌરવ વધાર્યું હતું. ત્યાર બાદ માત્ર રિટર્ન પરીક્ષા જ બાકી હતી પરંતુ સરકારમાં કોઈ ખામી ના કારણે તે પરીક્ષા કેન્દ્રમાંથી રદ કરવામાં આવી.
ત્યારબાદ તેમના સપના પર પાણી ફરી વળ્યું હોય તેવા દ્રશ્યો સર્જાય હતા.અને યશ બહુજ અંદરથી તૂટી પડ્યો હતો.પણ તેમને ભગવાન દ્વારકાધીશને યાદ કરતા એક વાત યાદી આવી હતી કે જીવનની સફળતા તરત મળી જાય ને તો તેની કદર નહિ થતી એટલે જ ભગવાન સફળતા લોકોને ધીમી ગતિ એ આપે પણ તેમાં પણ ભગવાન લોકોની પરીક્ષા લ્યે છે કે આ કેટલો મજબૂત છે અને તે તેમના સપના માટે કેટલી મહેનત કરી શકશે. તે વાત ને યાદ કરતા અને ભગવાન દ્વારકાધીશજીની જય બોલાવી ફરી પાછી આવનારી પરીક્ષા માટેની જીજોડ મહેનત કરવા લાગ્યો.વર્ષ 2021-22માં બીએસએફની સરકારે ભરતી બહાર પાડી તેમાં યસ એ ફોર્મ ભર્યું અને પરીક્ષાની તૈયારી ચાલુ રાખી તે પરીક્ષામાં તે રનિંગ માં પણ પાસ થઈ ગયા પણ ભગવાન દ્વારકાધીશજી તેમની આગવી પરીક્ષા લેતા હતા. અને તે પરીક્ષામાં તે માત્ર મેડિકલમાં નિષ્ફળતા મળી હતી.
આજકાલની ખાસ વાતચીતમાં યશભાઈએ જણાવ્યું કે તેમને વર્ષ 2022 થી સતત મેહનત કરી રહયા હતા આવનારી બીએસએફની ભરતી માટે અને વર્ષ 2022ના એન્ડ માં તેમને રિલાયન્સ કંપનીમાંથી નીકળી ને એક ધંધો ચાલુ કર્યું. વર્ષ 2023 થી યશ પોતે જ ઘરે ઘૂઘરા અને દાલવડી બનાવે છે અને જામનગરની સુભાસ માર્કેટમાં એક ટેબલ નાખી ને 2 વર્ષ થી ધંધો કરી રહયા છે. યશના પિતા અશ્વિનભાઈ કેશવલાલ મેહતા રીક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવે છે તેમજ માતા વસુમતીબેન ગૃહિણી છે અને મોટોભાઈ રાજન એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે તેમને ઘરમાં મદદ કરવા માટે એક નાસ્તાની લારી રાખી અને હાલ પણ યશ સુભાસ માર્કેટમાં સાંજે 6 થી 10 વાગ્યા સુધી ઘૂઘરા વહેંચે છે. એ જ નહીં પણ હા તેમના ઘૂઘરા પણ સ્વાદમાં લાજવાબ હતા.એક વાર જરથી તેમને ત્યાં ઘૂઘરા ખાવા જાજો.
વધુ વાતચીતમાં યશ એ જણાવ્યું કે ચાલુ વર્ષ 2024માં સરકારે બીએસએફની ભરતી જાહેર કરી હતી જેમાં તેમને ફોર્મ ભર્યું તેમજ પરીક્ષા આપી પાસ થઈ ગયો બાદમાં રનિંગ 5 કી.મી. માત્ર 24 મિનિટમાં પૂર્ણ કરી રનિંગમાં પણ પાસ થઈ ગયો અને બાદમાં મેડિકલમાં પણ તે સંપૂણ પાસ થઈ જતા તેમને બીએસએફ દ્વારા ટ્રેનિંગ માટે આવતી કાલે મેલ દ્વારા જાણ કરવામાં આવશે. યશએ જણાવ્યું કે આટલા વર્ષોમાં કોઈ પણ આર્મી માટેના પ્રાઇવેટ કલાસ નહિ કે કોઈ ટ્રેનર પાસે થી ટ્રેનિંગ નહિ જાત મહેનત કરી પોતાના બળ થી સફળતા પ્રાપ્ત કરી છે તેમજ બીએસએફમાં સ્થાન મેળવી માતા વસુમતીબેન,પિતા અશ્વિનભાઈ તેમજ મોટાભાઈ રાજન, તેમજ ભોઈ સમાજ અને જામનગરનું ગૌરવ વધાર્યું છે. તેમને બીએસએફની પરીક્ષા પાસ તો કરી તેમનું સપનું પણ પુરૂ થવા પર જ છે પણ તેમને ભગવાન દ્વારકાધીશની પણ જીવનની પરીક્ષામાં સફળતા મેળવી છે. હાલ તેમણે એક સમાજમાં ઉદાહરણ આપ્યું કે વારંવાર પ્રયત્ન કરવાથી સફળતા પ્રાપ્ત થાય છે. હંમેશા મેહનત કરતા રહો સફળતા તમને મળશે મળશે ને મળશે જ અને આ એ ઘટના પરથી ઉદાહરણ છે કે સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પણ ભવિષ્યમાં સફળતા મેળવી શકે છે.આ હતી એક મધ્યમ વર્ગના વિદ્યાર્થીની સાચી હકીકત જેમણે સરકારી શાળામાં અભ્યાસ કરી ઘરના આર્થિક સપોર્ટ મળી રહે તે માટે નોકરી કરી સાથે આર્મીની ટ્રેનિંગ કરવાની અને બાદમાં ઘૂઘરાની લારી કરી ધંધો કરવો તે સાથે બીએસએફની ભરતીમાં પાસ થઈ સ્થાન મેળવ્યું.
યશે પોતાની લાગણી વ્યકત કરતા કહયું કે હું દેશ માટે સાચી સેવા કરવા માંગુ છું, દેશ પ્રત્યે ખરાબ નજર રાખનાર આતંકવાદીઓનો સફાયો કરવા માંગુ છે, હું મારા દેશને અને દેશવાસીઓની હર હંમેશ રક્ષા કરીશ અને ભગવાન દ્વારકાધીશજીના આશીવર્દિથી મને બીએસએફમાં સ્થાન મળી ગયું છે જેથી હું દ્વારકાધીશને હંમેશા સાથે રાખીને દેશની રક્ષાની સેવા કરીશ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech