અલીયા પાટીયા પાસે હીટ એન્ડ રન : યુવાનનું મોત

  • July 03, 2023 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લખતર પાસે સેલેરીયો કારે બાઇકે ઠોકર મારતા વૃઘ્ધનું મોત : પોલીસની તપાસ

જામનગર નજીક અલીયા પાટીયા પાસે ગઇકાલે હીટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો જેમાં શેખપાટના યુવાનને અજાણ્યો વાહનચાલક મોત નિપજાવી નાશી છુટયો હતો જેની શોધખોળ ચલાવવામાં આવી છે, જયારે જોડીયાના લખતર ઓવરબ્રીજથી આગળના રોડ પર સેલેરીયો ગાડીના ચાલકે વૃઘ્ધના મોટરસાયકલને ઠોકર મારી મોત નિપજાવ્યુ હતું જે અંગે કારચાલક સામે ફરીયાદ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
જામનગર નજીક શેખપાટ ગામમાં રહેતા ધનજી લીંબાભાઇ લાંબરીયા (ઉ.વ.૩૭)એ ગઇકાલે પંચ-એમાં અજાણ્યા વાહનચાલક સામે ફરીયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના મોટાબાપુના દિકરા હીરાભાઇ સામતભાઇ લાંબરીયા (ઉ.વ.૪૨) રહે. શેખપાટ ગઇકલો અલીયા પાટીયાથી ગામ તરફ ચાલીને જતા હતા ત્યારે અજાણ્યા વાહનચાલકે બેદરકારીથી ચલાવીને ઠોકર મારતા યુવાનને શરીરે માથાના ભાગે ગંભીર ઇજા થતા મૃત્યુ નિપજયુ હતું, ભાગી છુટેલા ચાલકની પોલીસ દ્વારા શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
બીજા બનાવમાં જોડીયાના લખતર ગામના ઓવરબ્રીજની આગળ ધ્રોલ તરફના રોડ પર ગઇકાલે બપોરે ફોરવ્હીલ કાર સેલેરીયો નં. જીજે૩કેસી-૧૫૮૯ના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના પિતા નારણભાઇ હીરજીભાઇ દલસાણીયાા મોટરસાયકલ નં. જીજે૧૦આર-૬૨૭૨ ને હડફેટે લઇ  ફરીયાદીા પિતાને માથામાં ગંભીર ઇજા તથા હાથપગમાં છોલછાલ જેવી ઇજા પહોચાડી મોત નિપજાવ્યુ હતું.
આ બનાવ અંગે જોડીયાના લખતર ગામે રહેતા અને ખેતીનો વ્યવસાય કરતા જયેશ નારણભાઇ દલસાણીયા (ઉ.વ.૪૨)એ સેલેરીયાો કારના ચાલક સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application