ઓખા નજીકના દરિયામાં માછીમારી બોટ તૂટી પડતા યુવાનનું મૃત્યુ

  • August 31, 2023 12:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માછીમારી બોટ અન્ય શીપ સાથે અથડાતા અકસ્માત

ઓખામાં જુના પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા જવાહર રોડ ખાતે રહેતો અકબર અભુભાઈ બંદરી નામનો ૧૯ વર્ષનો યુવાન અન્ય માછીમારો સાથે ઓખાના દરિયામાં માછીમારી કરવા ગયો હતો. ત્યારે ગત તારીખ ૨૪ ઓગસ્ટના રોજ ઓખાના દરિયાથી આશરે દસેક નોટિકલ દૂર દરિયાઈ ચેનલમાં પહોંચતા તેઓની માછીમારી બોટ અન્ય એક શીપ સાથે અથડાઈ હતી. જેના કારણે અકબર તેમજ અન્ય માછીમારોની સાથેની આ બોટ તૂટી પડતા તેઓ દરિયામાં ખાબક્યા હતા.
આ અકસ્માતના કારણે દરિયાના પાણીમાં ડૂબી જવાથી અકબર બંદરીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પિતા અભુભાઈ જાકુભાઈ બંદરી (ઉ. ૫૫, રહે. જવાહર રોડ - ઓખા) એ ઓખા મરીન પોલીસને કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application