BREAKING NEWS

જેતલસર રેલવે ઓવરબ્રિજ પાસે બાઇક ડિવાઇડર સાથે અથડાતા યુવાનનું મોત

  • May 12, 2026 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જેતલસર રેલવે ઓવરબ્રિજ પાસે અકસ્માતની ઘટના બની હતી. જેમાં બાઇક ડિવાઇડર સાથે અથડાતા એમ.પીના શ્રમિક યુવાનનું મોત થયું હતું. થોરાળા ગામની સીમમાં વાડીએ ખેતમજૂરી કરનાર યુવાન કરિયાણું લેવા નીકળ્યો હતો. દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જેતપુરના થોરાળા ગામ રહેતાં રમેશભાઈ કૈલાશભાઈ સોલંકી (ઉ.વ.૨૫) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તે મજૂરીકામ કરે છે અને પાંચ ભાઈ અને ત્રણ બહેનો છે. તેમના ફઈના પુત્ર મુન્નાભાઈ સાથે દસેક દિવસ પહેલા અહીં જેતપુર આસપાસ મજૂરી કામ માટે આવ્યા હતાં. ગઈકાલે ફરીયાદી રાત્રિના થોરાળા વાડીએ હતો ત્યારે રાત્રિના આશરે બે વાગ્યાની આસપાસ વતનમાંથી મુન્નાના પિતા દયારામ સોલંકીનો ફોન આવેલ અને જણાવેલ કે, તેના દીકરા મુન્નાનું રાજકોટ જૂનાગઢ હાઇવે પર અકસ્માત થયેલ છે અને તેનો જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયેલ છે. ત્યાં કોઈ બીજું છે નહીં જેથી ત્યાં જવાનું કહેતા યુવક અને તેના સાઢુભાઈ તથા તેની પત્ની જેતપુર સરકારી દવાખાને આવેલ અને ડોકટરને પૂછતા જણાવેલ કે, આ મુન્નો દયારામ સોલંકી (ઉં.વ. ૨૭, રહે.મુળ માંનકર ફળીયા, બોકરાટા, બડવાની મધ્યપ્રદેશ) પોતાનું બાઈક લઈને જેતલસર બ્રીજ પાસે પહોંચતા રોડ પરના ડિવાઇડર સાથે ભટકાઈ જતા માથાના ભાગે તથા મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું મોત થયું હતું.
જે બાદ આ બનાવ બાબતે મુન્નાની પત્નીને પૂછતા જણાવેલ કે, તા.૧૦ ના સાંજના સાતેક વાગ્યાની આસપાસના મુન્ના સોલંકી ગામમાં કરિયાણું લેવા જવાનું કહી તેનું બાઈક લઈને નીકળેલા અને પરત આવ્યો નહીં, ગઈકાલે સવારના તેને જાણ થયેલ કે તેના પતિનું હાઈવે પર જેતલસર રેલવે ઓવરબ્રિજ પાસે પહોંચતા ડીવાઇડર સાથે બાઈક ભટકાઈ જતા માથાના ભાગે તથા મોઢા ના ભાગે ગંભીર ઈજાઓ થતા મોત થયુ છે. બનાવ અંગે જેતપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application