BREAKING NEWS

ધ્રોલ-રાજકોટ હાઈવે પર ટેન્કર અને કાર વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત

  • January 17, 2026 01:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધ્રોલ-રાજકોટ હાઇવે પર વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો ગઇ સાંજે કાર અને ટેન્કર વચ્ચે ભયાનક અકસ્માત થતા ધ્રોલના એક યુવાનનું ગંભીર ઇજા સબબ મૃત્યુ નિપજતા અરેરાટી પ્રસરી જવા પામી હતી, અકસ્માતની જાણ થતા આજુબાજુના લોકો અને પોલીસ ટુકડી દોડી આવી હતી, આ મામલે ફરીયાદ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 


ધ્રોલના રાજકોટ હાઈવે પર જાયવા અને લૈયારા વચ્ચે આવેલી આશાપુરા હોટલ નજીક ગઇકાલે સાંજે ટેન્કર અને કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા કાર ચાલકને તાત્કાલિક ધ્રોલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જયાં તેમનું મોત નીપજ્યું હતું.
વિગત મુજબ અરબાજભાઈ મુસ્તાકભાઈ તાયાણી (ઉંમર ૨૬), રહેવાસી ધ્રોલ વાળા રાજકોટ તરફથી ધ્રોલ તરફ કિયા સેલટોસ કાર લઈને આવી રહ્યા હતા ત્યારે આશાપુરા હોટલ નજીક ટેન્કર સાથે ગોજારો અકસ્માત થયો હતો.
​​​​​​​

અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિક નિયંત્રણમાં લીધો હતો. ધ્રોલ સરકારી હોસ્પિટલમાં મૃતકનું પોસ્ટમોર્ટમ માટે મોકલી ધ્રોલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ તથા રવિરાજસિંહ જાડેજા દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application