સુભાષ બ્રીજ નદીના પટમાં ઝાડીમાં રાખેલા બાઇક કબ્જે
જામનગરના સુભાષ બ્રીજ પાસેથી એક બાતમીના આધારે એક ટાબરીયાને પોલીસે અટકમાં લઇ પુછપરછ કરતા શહેરમાં દસેક દિવસ પહેલા થયેલ ચાર એકટીવા ચોરીના ભેદ ખુલ્યા છે. પોલીસે બાઇક કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર સીટી-બી પોલીસ સ્ટેશન પાર્ટ-એના બીએનએસ કલમ 303(2) મુજબનો ગુનો તા. 17-10ના બનેલ છે અને તા. 21-10ના જાહેર થયેલ આ કામે ફરીયાદીની ફરીયાદ અનુસાર પોતાનું એકટીવા મોટરસાયકલ નં. જીજે10સીએલ-6498 જુનો હુસેની ચોક, ધરારનગર શેરી નં. 2 તેમના ઘરની બહાર પાર્ક કરેલ જયાથી અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ જતા ઉપરોકત નંબરથી ગુનો દાખલ થયેલ જેથી સ્ટાફના માણસો આ ગુનો શોધવા પ્રયત્નશીલ હતા.
ગત તા. 24-10ના સર્વેલન્સ સ્ટાના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન વિકટોરીયા પુલ પાસે આવતા પો.કોન્સ સંજયભાઇ પરમાર તથા કલ્પેશભાઇ અધારા, એઅસઆઇ રાજેશભાઇ વેગડને ખાનગી રાહે ચોકકસ હકીકત મળેલ કે બે દિવસથી બે છોકરા વિકટોરીયા પુલ નદીના પટમાં અલગ અલગ મોટરસાયકલ સાથે આંટા ફેરા કરે છે જેમાથી એક છોકરો આંટા ફેરા કરતો જોવા મળેલ તેને કોર્ડન કરી નામ સરનામુ પુછતા તે કાયદાથી સંઘર્ષીત હોય જેથી આરોપી પાસે રહેલ સફેદ મોટરસાયકલ એકટીવા જોવામાં આવેલ જેમા નંબર ન હોય આથી ચેસીસ નંબરથી પોકેટકોપમાં સર્ચ કરતા ઉપરોકત નંબરનું એકટીવા જાણમાં આવ્યુ હતું.
જે કબ્જે કરી તણની પુછપરછ કરતા તેને તથા તેના મિત્રએ ભેગા મળી જામનગર શહેરમાંથી કુલ ચાર બાઇકની ઉઠાંતરી કરેલ છે અને અન્ય 3 બાઇક બાવળની ઝાડીમાં રાખેલ છે તેવુ જણાવ્યુ હતું દરમ્યાન સીટી-એ ડીવીઝન પોલીસ સ્ટેશનના ચોરીમાં ગયેલ એકટીવા નં. જીજે10સીએમ-0162, એકટીવા નં. જીજે10બીકે-3132, એક એકટીવા કાલાવડ નાકા બહાર તારમામદ સોસાયટી શેરી નં. 4માંથી ચોરી કયર્નિું જણાવતા જે મોટરસાયકલ સકપડતી મિલકત તરીકે કબ્જે કરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજોડિયા: ગીતા વિધાલયમાં રામચરિત માનસની અંખડ ચોપાઈના અનુષ્ઠાનનો પ્રવેશ
January 24, 2025 10:30 AMપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech