રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પર ઓફિસમાં યુવાનનો ઝેર પી આપઘાત

  • October 14, 2024 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલ રોડ પર રામનગર સોસાયટી શેરી નંબર ૨ માં રહેતા યુવાને સાધુવાસવાણી રોડ પર નક્ષત્ર બિલ્ડિંગમાં પરિચિતની ઓફિસે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ અહીં સારવાર કારગત નીવડે તે પૂર્વે યુવાનનું મોત થયું હતું. યુવાને કયાં કારણસર આ પગલું ભરી લીધું તે અંગે પરિવારજનો અજાણ હોય પોલીસે યુવાનના આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, સાધુવાસવાણી રોડ પર નક્ષત્ર બિલ્ડિંગમાં સાતમાં માળે શ્રી રામ નામની ઓફિસમાં ધ્રુમિલ રાજેશભાઈ ટાંક (ઉ.વ ૨૪ રહે. રામનગર સોસાયટી શેરી નંબર ૨ પીડીએમ ફાટક પાસે, ગોંડલ રોડ રાજકોટ) નામના યુવાને ઝેરી દવા પી લેતા તેને બેભાન હાલતમાં સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ અહીં સારવાર કારગત નિવડે તે પૂર્વે યુવાનનું મોત થયું હતું. બનાવવાની જાણ થતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એસ.મિશ્રાએ અહીં પહોંચી જરી કાર્યવાહી કરી હતી.
આપઘાતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, આપઘાત કરનાર ધ્રુમિલ એક ભાઈ એક બહેનના પરિવારમાં નાનો હતો તે બેરિંગનું ટ્રેડિંગ કરતો હતો. યુવાન ગઈકાલ સવારે ઘરેથી નીકળી ગયા બાદ લાપતા થયો હોય તેનો ફોન પણ લાગતો ન હોય અને તે અહીં નક્ષત્ર બિલ્ડિંગમાં તેના પરિચિતની ઓફિસે અવારનવાર જતો હોય જેથી તેના પિતા અહીં પહોંચ્યા હતા. દરમિયાન યુવાને અહીં ઝેર પી લીધી હોવાનું માલુમ પડું હતું. યુવાને કયાં કરણસર આ પગલું ભયુ તે અંગે પરિવારજનો અજાણ હોય પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે

બીમારી સબબ વૃદ્ધનું બેભાન હાલતમાં મોત

૫૦ ફટ રોડ પર સુતા હનુમાન પાસે ગત તા. ૨૮૯ લક્ષમણભાઈ ચૌહાણ(ઉ.વ ૭૦) નામના વૃદ્ધ રોડ પર બીમારી સબબ બેભાન હાલતમાં પડા હોય જેથી તેમને સારવાર માટે ૧૦૮ મારફત સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા અહીં ગઈકાલે સારવાર દરમિયાન સમી સાંજના તેમનું મોત થયું હતું. આ અંગે ભકિતનગર પોલીસે જરી કાર્યવાહી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application