જામનગર : સિકકા કારાભુંગામાં આર્થિક સંકળામણના કારણે યુવાને કરી લીધો આપઘાત
જામનગર : સિકકા કારાભુંગામાં આર્થિક સંકળામણના કારણે યુવાને કરી લીધો આપઘાત
November 26, 2025 12:44 PM
સિકકા કારાભુંગા વિસ્તારમાં રહેતા એક યુવાને આર્થિક સંકળામણના કારણે ઉધઇ મારવાની દવા પી લેતા સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નિપજતા પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
સિકકા કારાભુંગામાં રહેતા ધીરજલાલ કાંતીલાલ ચૌહાણ (ઉ.વ.૩૮) નામના યુવાન તેમના મોટાભાઇ હાનાભાઇ પાસેથી થોડા સમય પહેલા એક લાખ રૂપીયા ઉછીના આપેલ હોય જે રૂપીયા ધીરજભાઇએ તેમના મોટાભાઇ પાસે માંગતા ભાઇએ હાલ તેમના પાસે પૈસા નથી તેમ જણાવ્યુ હતું.
બીજી બાજુ ધીરજભાઇની આર્થિક સ્થીતી નબળી હોવાના કારણે કંટાળી જઇ પોતાની મેળે ગઇકાલે ઘરમાં રહેલ ઉધઇ મારવાની દવા પી લેતા જી.જી. હોસ્પીટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા, જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયુ હતું, આ બનાવ અંગે વસંતભાઇ ચૌહાણ દ્વારા સિકકા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.