પાંચ શખ્સો સામે રાયોટિંગ હેઠળ ગુનો
ખંભાળિયા તાલુકાના કોલવા રહેતા વિશાલભાઈ નારણભાઈ કરમુર નામના 24 વર્ષના યુવાનના ભાઈ સાગરભાઈ ગુરુવારે સવારના સમયે કોલવા ગામની સરકારી ખરાબાની જમીન પર પાવરિકા કંપનીનું ટાવર બનાવવા માટે ખાડાનું કામ કરવા માટે જે.સી.બી. લઈને ગયા હતા. ત્યારે આ કામ અટકાવવાના ઇરાદે ગોવિંદ મારખી કરમુર, લખમણ મારખી કરમુર, મેરામણ મારખી કરમુર, કાના મારખી કરમુર અને અર્જુન લખમણ કરમુર નામના પાંચ શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચીને એકસંપ કરી, ફરિયાદી વિશાલભાઈ તેમજ તેમના ભાઈ સાગરભાઈને બીભત્સ ગાળો કાઢી હતી.
આટલું જ નહીં, પથ્થરના ઘર તેમજ લાકડી વડે તેઓને બેફામ માર મારતા તેઓ સાથે ઈજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આટલું જ નહીં, આરોપીઓએ પથ્થરના ઘા મારીને જે.સી.બી.માં નુકસાની કરી, ફરિયાદી વિશાલભાઈ તેમજ તેમના ભાઈ સાગરભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જે અંગે પોલીસે ભારતીય ન્યાય સહિત તેમજ જી.પી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.