લોકશાહીના પર્વ સમાન આગામી લોકસભાની ચૂંટણીમાં અવશ્ય મતદાન કરીશું-ની પ્રતિબદ્ધતા સાથે યુવા છાત્રોમાં અનેરો થનગનાટ રાજકોટ સહીત સમગ્ર જિલ્લામાં જોવા મળી રહ્યો છે.
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના માર્ગદર્શનમાં સ્વીપ નોડલ ઓફિસરશ્રી જિજ્ઞાસાબેન ગઢવી અને તેમની ટીમ દ્વારા જિલ્લાની શાળા - કોલેજોમાં મતદાન જન-જાગૃતિના અનેકવિધ કાર્યક્રમો રોજબરોજ યોજાઈ રહ્યા છે.
મોટા મવા વિસ્તારમાં આવેલ સનસાઈન કોલેજ ઓફ એમ.બી.એ. માં યુવા મતદારો જેવો પ્રથમ વાર વોટીંગ કરવાના છે, તેઓને મતદાનનું અધિકારીઓની ટીમ દ્વારા મતદાનનું મહત્વ સમજાવી અને વધુમાં વધુ મતદાન થાય તે બાબતે પ્રતિજ્ઞા લેવડાવી હતી. જે છાત્રો મતદાન માટે એલિજેબલ છે પરંતુ તેઓનું નામ મતદાન યાદીમાં નોંધાયેલ નથી તેવા મતદારોને વોટર હેલ્પલાઇન મારફતે ઓનલાઈન અરજી કરાવી હતી.
જયારે રૈયાધાર વિસ્તારમાં આવેલી ડો. ઝાકીર હુસેન પ્રાથમિક શાળા ખાતે ચુનાવ પાઠશાલા અંતર્ગત આયોજીત ચિત્રસ્પર્ધામાં વિજેતા થયેલ સ્પર્ધકોને કલેક્ટરશ્રી પ્રભવ જોશી અને જીલ્લા અધિક ચુંટણી અધિકારીશ્રી મુછરના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. તેમજ દરેક વિજેતાને પુરસ્કાર તરીકે સ્કુલબેગ, જીઓમેટ્રી બોક્સ, પેન તથા વોટર બોટલ આપવામાં આવી હતી. આ તકે મતદાર નોંધણી અધિકારીશ્રી ૬૯-રાજકોટ પશ્વિમ અને શાળાના અન્ય શિક્ષકો હાજર રહેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAC Tips: મે મહિનામાં કેટલા તાપમાને ચલાવવું જોઈએ AC, 18, 22 કે 24 ડિગ્રી?
May 14, 2025 10:22 PMકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech