વલસાડના ફેશન શો માં પોરબંદરનો યુવાન રનર્સઅપ

  • March 23, 2021 02:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

સાઉથ ગુજરાત ટોપ મોેડેલ-ર0ર1 નું આયોજન વલસાડ શહેરના આંગણે કરવામાં આવ્‌યું હતું. આ ફેશન શો માં જાણીતી ટીવી સિરિયલના કલાકારોએ હાજરી આપી અને કાર્યક્રમને શાનદાર અને ઝગમગતો બનાવ્યો હતો જેમાં પોરબંદરનો યુવાન રનર્સઅપ રહ્યો હતો.
વલસાડના તીથલ બીચ પર આવેલી હોટેલ સોલ્ટબીચ રીસોર્ટ ખાતે 9 કલર્સ ઇવેન્ટ નામની કંપનીએ ફેશન શોનું આયોજન કર્યુ હતું. આયોજક શ્યામ પટેલ દ્વારા આ ફેશન શો નું આયોજન કરવામાં આવ્‌યું હતું. જેમાં રાજ પટેલ અને દિયા ટાંક વ્યવસ્થાપનકતર્િ તરીકે હતા. જેમાં સેલિબ્રિટી ગેસ્ટ તરીકે ટીવી સીરીયલ સસુરાલ સીમર કા તેમજ શક્તિ કિચન ચેમ્પિયન અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જાણીતા સેલિબ્રિટી તરીકે શ્ર્વેતા સિંહા પણ હાજર રહ્યા હતા. જયારે આ કાર્યક્રમમાં કોમ્પીટીશનના જજિસ તરીકે ઉન્નતી પરમાર, પલ શાહ અને રજજત ખત્રી હાજર રહ્યા હતા.  આ કાર્યક્રમમાં ર થી 60 વર્ષની ઉમર સુધીના 100 જેટલા સ્પર્ધકો એ જુદી-જુદી કેટેગરીમાં ભાગ લીધો હતો. જેમાં મિસ્ટર કેટેગરીમાં પોરબંદરનો યુવાન અને હાલમાં આર.કે. યુનિવર્સિટી રાજકોટ રહીને અભ્યાસ કરતા નઇમ શબ્બીર હાલાઇપૌત્રા રનર્સઅપ રહ્યો હતો. આ જીતની સાથે તેમણે સમગ્ર પોરબંદર જિલ્લાનું તેમજ સંપુર્ણ સંધિ મુસ્લિમ જમાતના લોકોનું નામ રોશન કરી ગૌરવ મેળવ્યું હતું તેને બિરદાવાયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS