દ્વારકા દર્શને આવેલ યુવક સુદામા સેતુ સામે આવેલ પંચકુઇ દરિયાઇ વિસ્તારમાં નાહવા પડતા દરીયામાં લાપતા

  • July 05, 2021 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલાકો બાદ પણ યુવકનો પતો મલ્યો નથીઃ શોધખોળ ચાલુઃ તંત્રની લાપરવાહીના લીધે આવા અનેક લોકોના જીવ ગયા છેઃ લોકો દરિયાઇ પાણીથી અજાણ હોવાથી પંચકુઇ દરિયાઇ વિસ્તાર રેઢો પટ્ટઃ જવાબદાર કોણ...?

યાત્રાધામ દ્વારકામાં ભાઇબંધ દોસ્તારો સાથે રવિવારે દર્શનાથે આવેલ યુવક પંચકુઇ દરિયાઈ વિસ્તારમાં ફરવા ગયેલ હતા, ત્યા દરિયામાં એક યુવક નાહવા પડતા લાપતા થઇ ગયેલ હતો. સ્થાનિક તરવૈયા-રેસ્કયું ટીમ, પોલીસ સહિતના જવાનો યુવકની શોધખોળ માટે કામે લાગ્યા છે. દ્વારકા દર્શનાથે ચાર-પાંચ ભાઇબંધ-દોસ્તાર સાથે આવેલ અને ગોમતી નદી સામે કાઠે આવેલ પંચકુઇ દરિયાઇ બિચ વિસ્તારમાં ફરવા ગયેલ હતા ત્યા એક ૨૮ વર્ષીય યુવક દ્વારકાના દરિયામાં ન્હાવા પડેલ હતો.

દરમ્યાનમાં દરિયાઇ પાણીની ભરતી હોવાથી યુવક તણાવા લાગતા, બુમાબુમ કરવા લાગેલ હતો બાદમાં સ્થાનિક તરવૈયાઓએ યુવકને બચાવવા કોશીસ કરતા પાણીનો પ્રવાહ વધારે હોવાથી યુવક દરિયામાં લાપતા થયો હતો.

આ બનાવની જાણ ફાયરના સ્ટાફ તેમજ પોલીસને થતા ધટનાસ્થળે પહોચી જઇ યુવકની શોધખોળ ચાલું કરી હતી. યુવક લાલપુર તાલુકાના જસાપર ગામનો રાજેશ જોગલ નામનો હોવાનું બહાર આવ્યું છે, સુદામા સેતુ સામેના દરિયાઈ વિસ્તારમાં ન્હાવા પડેલ ૨૮ વર્ષીય યુવાનનો કલાકો સુધી પતો ન સાંપડતા હાલ પણ શોધખોળ ચાલુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પંચકુઇ દરિયાઇ બિચ વિસ્તારમાં અવારનવાર યાત્રિક ડુબીને મોતને કાળ ભેટ્યા છે, પરંતું નિર્ભર સંબધિત તંત્ર દ્રારા યાત્રિકોની સેફટી માટે રેસ્ક્યુ ટીમ તેમજ સિક્યુંરેટી ટીમ હાજર રખાતી ન હોઈ તંત્રની લાપરવાહીથી વારંવાર લોકો ડૂબીને મોતને ભેટી રહ્યા છે, લોકો દરિયાઇ પાણીથી અજાણ હોવાથી પંચકુઇ દરિયાઇ વિસ્તાર રેઢો પટ્ટ હોવાથી જવાબદાર કોણ...? તેવા સવાલો ઉઠવા પામે છે.

દરિયા નજીક રેસ્ક્યુ ટીમ શું કાયમી માટે સાધન સજ્જ રહેશે...?

જ્યારે જયારે દરીયાના પાણીમા યાત્રાળુઓ ડુબીને મોત ને ભેટે છે, ત્યારબાદ તંત્ર દ્રારા બે થી ચાર દીવસ રેસ્ક્યુ ટીમના જવાનો રખાય છે, બાદમા ફરી પાછો આ દરીયાઇ વિસ્તાર રેઢો પટ બની જાય છે, અને ફરી પાછી દરીયામાં ડુબવાની ધટના બને છે, હવે જોવાનુ રહ્યું કે, શું આ તંત્ર કુંભકરણની નીંદરમાંથી જાગસે...? અને કાયમી રેસ્ક્યુ ટીમના જવાનો તેમજ પુરતા સાધનો સાથે હાજર રખાશે...? તેવો સવાલ યાત્રાધામ દ્વારકાની સમગ્ર જનતામાં ચર્ચાઇ રહ્યો છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS