કલ્યાણપુરના દેવળીયા ગામે યુવાનની કરપીણ હત્યા: પોલીસ દોડી ગઈ: હત્યારાની સાધન શોધખોળ

  • May 06, 2021 10:25 PM 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ગત રાત્રીના સમયે એક આહીર યુવાનની કરપીણ હત્યા થયાનો બનાવ સામે આવ્યો છે. આ સંદર્ભે પોલીસ કાફલા એ ઘટનાસ્થળે દોડી જઈ હત્યારાઓની શોધખોળ આદરી છે.

આ સમગ્ર પ્રકરણની જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામે એક વાળી વિસ્તારમાં રહેતા છગન દેવાભાઇ વરુ નામના આશરે 35 વર્ષના એક યુવાનનો લોહી નીતરતો મૃતદેહ સાંપડયો હતો. આ બનાવ અંગે સ્થાનિક પોલીસને જાણ કરાતા પી.એસ.આઇ. એફ.બી. ગગનીયા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આ અંગે અહીંના ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીને જાણ કરાતા તેઓ પણ આ સ્થળે પહોંચી ગયા હતા આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ મૃતક છગનભાઈના માથામાં લોખંડના કોઈ પણ તીક્ષ્ણ હથિયાર વડે બેફામ માર મારી, તેની નિર્મમ હત્યા નિપજાવવામાં આવી હતી. જે હથિયાર ઘટનાસ્થળેથી મળી આવ્યાનું પણ જાણવા મળેલ છે.

આ સમગ્ર બનાવ અંગે એફએસએલ તથા ડોગ સ્કવોર્ડ નિષ્ણાતોની  સેવાઓ લઈ અને તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે. મૃતક છગનભાઈ વરુના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS