નવલખી બંદરે ટ્રક લોડિંગ બાબતે ડખ્ખામાં યુવાનની હત્યા

  • February 23, 2021 03:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માળીયા મિયાણા ના મોટા દહીંસરા ગામે આધેડ ને તેના જ ગામમાં તેના પાડોશમાં રેહતા બે શખ્સો સાથે નવલખી પોર્ટ પર કોલસાના ટ્રક લોડીગ કરવા બાબતે બોલાચાલી થઈ હતી જેનો ખાર રાખી આ બે શખ્સોને કહેવાથી અન્ય એક શખ્સે આધેડ નવલખી પોર્ટમાં છરીના ઘા ઝીકી હત્યા કરી હતી.

 


બનાવની મળતી વિગત મુજબ મૂળ મોટા દહીંસરા ના હાલ મોરબી ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રેહતા કિરીટસિંહ ભગવતસિંહ જાડેજાએ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેના મોટાભાઈ દશરથસિંહ ભગવતસિંહ જાડેજા ઉ.વ.૪૫ વાળા વાસુકી કોલમાં લોડીગ નું કામ સંભાળતા હોય જેમાં આરોપી મયુરસિંહ વેલુભા જાડેજા અને મયૂરસિંહ રણજીતસિંહ જાડેજાના ટ્રક લોડીગ કરવા બાબતે આ બને શખ્સોને દશરથસિંહ સાથ ફોન પર માથાકૂટ થઈ હતી  જેથી આ બને શખ્સોને કહેવાથી આરોપી સૂર્યદીપસિંહ રણજીતસિંહ જાડેજાએ ફરિયાદના ભાઈ ને છરી ના ચાર જેટલા ઘા ઝીકી દેતા તેનું મોત નીપજ્યું હતું ઘટના બાદ. આરોપી નાસી ગયો હતો ઘટનનાની જાન થતા એ ડિવિઝન પોલીસ દોડી આવી હતી અને આરોપીના ઝડપવા કાર્યવાહી હાથ ધરી હતી આ અંગેની વધુ તપાસ  નરેન્દ્રસિંહ ચુડાસમા ચલાવી રહ્યા છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS