ધ્રોલ નજીક કાર-બાઈક વચ્ચેના અકસ્માતમાં યુવાનનું મોત

  • May 15, 2021 01:03 PM 

બે વ્યક્તિને ઈજા: કાર ચાલક  સામે ફરિયાદ

રાજકોટ-ધ્રોલ હાઈ-વે પર સ્વામીનારાયણ સોસાયટી સામે ગઈકાલે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એકનું મોત થયું હતું અને બે વ્યક્તિને ઈજા પહોંચી હતી જેમાં સ્વિફ્ટના ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

ધ્રોલ હાઈ-વે સ્વામીનારાયણ સોસાયટી સામે ગઈકાલે સ્વિફટ ગાડી નં.જીજે-3-એલએમ-9829ના ચાલકે પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરિયાદીના ભાઈ વલ્લભાઈના મોટર સાયકલ નં.જીજે-10-બીએચ-2472ને પાછળથી હડફેટે લીધું હતું. આ અકસ્માતમાં ફરિયાદીના ભાઈને પગ અને શરીરે ગંભીર ઈજાઓ કરી તેમજ ફોર વ્હીલના ચાલકની બાજુમાં બેઠેલાં સંજય દીલિપભાઈને પણ માથામાં ગંભીર ઈજા થતાં મોત નીપજતાં તથા ફોર વ્હીલના ચાલકને પણ શરીરે ઈજા પહોંચી હતી.

આ બનાવ અંગે ધ્રોલની ગજાનન સોસાયટીમાં રહેતાં ધીરજલાલ ગોરધનભાઈ છત્રાળા દ્વારા ધ્રોલ પોલીસમાં ઉપરોકત નંબરની સ્વિફટ કારના ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS