જામજોધપુર નજીક કૂતરૂ આડું ઉતરતા બાઇકમાંથી પટકાયેલા યુવકનું મોત

  • May 18, 2021 12:08 PM 

જામનગરમાં એકલવાયું જીવન જીવતા વૃદ્ધનું મૃત્યુ

જામજોધપુરના તરસાઈ ગામના એક યુવાન બાઇક લઇને જતો હતો ત્યારે રસ્તામાં શ્વાન આડુ ઉતરતા પડી જતાં ગંભીર ઇજા સબબ સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું જ્યારે જામનગરના કૌશલ નગરમાં એકલવાયુ જીવન જીવતા વૃદ્ધનું મૃત્યુ નિપજયું છે.

જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાં રહેતા પરસોતમભાઈ કેશુભાઈ મણિયારા ઉમર વર્ષ 30 નામનો યુવાન પોતાનું મોટરસાયકલ નંબર જીજે 10બી બી 6153 લઈને ગઈકાલે ઘુસલાપરા રોડ પરથી પસાર થતા હતા ત્યારે રસ્તામાં કુતરુ આડુ ઉતરતા મોટરસાઇકલ પરથી કાબુ ગુમાવી રોડ પર પડી જતાં માથાની પાછળના ભાગે ઇજાઓ થવાથી સારવારમાં હોસ્પિટલમાં લઇ જવામાં આવેલ જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

આ અંગે તરસાઇ ગામમાં રહેતા સંજય ચીમનભાઈ ડાભી દ્વારા જામજોધપુર પોલીસને બનાવની જાણ કરતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

બીજા બનાવમાં જામનગરના કૌશલ નગરમાં રહેતા જયકીશન ભાઈ કાંતિલાલ વસેરા ઉમર વર્ષ 63 નામના વૃદ્ધે એકલા રહેતા હોય અને કોઈ વાલી વારસ ન હોય જે પોતાના ખુલ્લા ઘરમાં બેભાન પડેલ હોય જેથી પાડોશીઓએ હોસ્પિટલ લઈ જતા જ્યાં ફરજ પરના તબીબે તપાસીને મરણ ગયાનું જણાવ્યું હતું.આ બનાવની જાણ કૌશલ નગરમાં રહેતા રમણીક મોહનભાઈ વાઘેલા દ્વારા પોલીસ સમક્ષ કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS