ગાંધીનગર ઓવરબ્રીજ પરથી યુવાનની છલાંગ: પગ ભાંગી ગયો

  • June 09, 2021 01:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

108 માં સારવારમાં ખસેડાયો: પોલીસ દ્વારા કરાતી તપાસ

જામનગરના ગાંધીનગર ઓવરબ્રીજ પરથી આજે એક યુવાને છલાંગ લગાવતાં પગમાં ગંભીર ઇજા થતાં સારવારમાં ખસેડવામાં આવ્યો છે, આ બનાવ સંબંધે પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

જામનગરના ગાંધીનગર ઓવરબ્રીજ પરથી આજે સવારે એક અજાણ્યા વ્યક્તિએ છલાંગ મારી રેલ્વે પાટા પર પટકાતા પગ ભાંગી ગયો હતો, ગંભીર ઇજા થયાની જાણ થતાં 108 મારફત સારવાર અર્થે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે, ઘવાયેલા આશરે 40 વર્ષના અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા અને બનાવ સંબંધે પૂછપરછ સહિતની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે, હાલ આ યુવાનને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS