દ્વારકામાં પોરબંદરના યુવાન ઉપર છરી વડે હુમલો

  • July 19, 2021 10:12 AM 

દ્વારકામાં પીધેલો વાહન ચાલક ઝડપાયો

પોરબંદર તાબેના ખાખ ચોક વિસ્તારમાં રહેતા અને સોમનાથ ગૌશાળામાં નોકરી કરતા રમેશભાઈ વલ્લભદાસ લશ્કરી નામના 45 વર્ષના બાવાજી યુવાન દ્વારકામાં ગૌશાળા માટે ફાળો ઉઘરાવવા આવ્યા હતા, ત્યારે દ્વારકા ગોમતીઘાટ વિસ્તારમાં પોરબંદરના ખાપટ ખાતે રહેતા હરેશભાઈ દેવીદાસ ગોંડલીયા નામના 55 વર્ષના બાવાજી પ્રૌઢએ કોઈ બાબતનું મનદુઃખ રાખી, બોલાચાલી તથા મારામારી કરીને પોતાની પાસે રહેલી છરીનો ઘા રમેશભાઈને ઝીંકી દીધો હતો.

છરી હુલાવી અને હરીશભાઈ નાસી જતાં આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે રમેશભાઈ લશ્કરીની ફરિયાદ પરથી હરીશભાઈ ગોંડલિયા સામે આઈ.પી.સી. કલમ 323, 324 તથા જી.પી. એક્ટ. મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે દ્વારકાના બીરલા પ્લોટ વિસ્તારમાં રહેતા નરેન્દ્ર નરશીભાઈ ધાવરીયા નામના 40 વર્ષના ખારવા યુવાનને શનિવારે રાત્રિના સમયે રબારી ગેઈટ પાસેથી પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા 35 હજારની કિંમતના હોન્ડા મોટર સાયકલ પર નીકળતા ઝડપી લઈ, તેની સામે એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS