જોડીયાના બાદનપરના યુવાનનું મ્યુકોરમાઇક્રોસીસથી સારવારમાં મોત

  • June 07, 2021 11:30 AM 

રાજકોટથી જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ: વધુ એકનો ભોગ લેતું ફંગસ

કોરોના બાદ મ્યુકોરમાઇક્રોસીસ નામની ફંગસની બિમારીએ પગ પેસારો કર્યો છે, જી.જી.હોસ્પિટલ ખાતે અલાયદા વોર્ડમાં ફંગસના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે, આંખના ઓપરેશન અને કેટલાક કિસ્સામાં આંખ કાઢવા સુધીની સર્જરી થઇ રહી છે, દરમ્યાનમાં જોડીયા તાલુકાના બાદનપર ગામના યુવાનને કોરોના થતાં રાજકોટ દાખલ કરવામાં આવેલ અને ત્યારબાદ રિપોર્ટ નેગેટીવ આવ્‌યો હતો, તેમને ફંગસની બિમારી થતાં સારવાર અર્થે અત્રેની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જયાં તેમનું મૃત્યુ નિપજતાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.

જોડીયાના બાદનપર ગામમાં રહેતા વેપારી દિનેશભાઇ દેવશીભાઇ ભીમાણી (ઉ.વ.38)ને ગત તા.28-4-2021ના રોજ કોરોના થતાં રાજકોટ સારવાર માટે દાખલ કરવામાં આવ્‌યા હતાં, જયાં સા થઇ જતાં તેનો રિપોર્ટ કોરોના નેગેટીવ આવ્‌યો હતો.

દરમ્યાનમાં દિનેશભાઇને મ્યુકરમાઇક્રોસીસ નામની ફંગસની બિમારી થઇ હતી અને તેને સા ન થતાં રાજકોટથી જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્‌યા હતાં, જયાં તેમનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું હતું, ગત તા.11-5-2021ના રોજ જી.જી.હોસ્પિટલ ખાતે દાખલ થયા હતાં અને તા.5-6-2021ના રોજ બનાવ બન્યાનું ભાવેશભાઇ દેવશીભાઇ ભીમાણી દ્વારા જાહેર કરવામાં આવતાં જોડીયાના એએસઆઇ જી.સી.અઘેરા દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS