જામનગરમાં ગળાફાંસો ખાઇ તરુણનો આપઘાત

  • July 23, 2021 10:27 AM 

બાંગા ગામમાં સાપ કરડી જતાં બાળકનો ભોગ લેવાયો

જામનગરની પટેલ કોલોની શેરી નંબર 9 માં રહેતા એક તરૂણ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતા અરેરાટી સાથે શોકની લાગણી ફેલાઈ ગઈ છે જ્યારે કાલાવડ તાલુકાના બાંગા ગામમાં એક બાળકને સાપ કરડી જતા મૃત્યુ નિપજયું છે.

જામનગરની પટેલ કોલોની શેરી નંબર 9, રોડ નંબર 10 રહેતા ઇનાયત ફિરોજભાઈ કોરેજા ઉમર વર્ષ 15 નામના તરુણે પોતાના ઘરે પંખાના હૂક સાથે ઓઢણી વડે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

આ બનાવ અંગે ફિરોજ અબુબકરભાઈ કોરેજા દ્વારા સીટી બી ડિવિઝનમાં જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા ક્યા કારણોસર બનાવ બન્યો તે અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે. તરુણના મૃત્યુના બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

અન્ય એક બનાવમાં કાલાવડ તાલુકાના બાંગા ગામમાં રહેતા દક્ષરાજસિહ સહદેવસિંહ ચુડાસમા ઉમર વર્ષ 5 નામના બાળકને ઝેરી સાપ કરડી જતા મૃત્યુ નીપજયું હતું. બનાવની જાણ બાંગ્લા ગામમાં રહેતા ખુમાનસંગ ચુડાસમા દ્વારા ગ્રામ્ય પોલીસમાં કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)