જામનગરમાં હર્ષદમીલની ચાલી પાછળ પટેલ નગરમાં રહેતા રીક્ષા ચાલક યુવાન પર લેતી દેતીના મામલે પિતા પુત્રએ છરી વડે હત્પમલો કરી હત્યા નીપજાવ્યાનો બનાવ સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી, મોડી રાત્રે બનેલા હત્યાના બનાવથી ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા નાકાબંધી કરીને અલગ અલગ ટુકડીઓને દોડતી કરવામાં આવી હતી.
જામનગરમાં હર્ષદ મિલની ચાલી પાછળ પટેલ નગર શેરી નંબર –૩ માં રહેતા અને રીક્ષા ચલાવતા સબીર ઉર્ફે સદામ ઇકબાલભાઈ થૈયમ નામના ૩૦ વર્ષના સંધિ યુવાન પર ગઈકાલે મોડી રાત્રે જડેશ્વર પાર્ક વિસ્તારમાં છરી વડે હત્પમલો કરાયો હતો. ગળા અને છાતીના ભાગે ઘા ઝીંકી જીવલેણ ઇજા કરી આરોપીઓ નાશી ગયા હતા, દરમ્યાન સદામભાઇ નામના યુવાનનું ઢીમ ઢાળી દેવામાં આવતા ચકચાર મચી ગઇ હતી.
આ ઘટનાની જાણ થતાં મોડી રાત્રે જામનગર શહેર વિભાગના ડી.વાય.એસ.પી જે. એન. ઝાલા, પીઆઇ નિકુંજ ચાવડા તેમજ અન્ય પોલીસ કાફલો બનાવના સ્થળે તેમજ જીજી હોસ્પિટલે દોડી ગયો હતો. આ હત્યાના બનાવવા અંગે મૃતક રીક્ષાચાલક શબીરભાઇની પત્ની અક્ષાબેન શબીર ઉર્ફે સદામભાઈ સંધિએ સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પોતાના પતિ સબીરભાઈની હત્યા નીપજાવવા અંગે હર્ષદમીલની ચાલી વિસ્તારમાં રહેતા નિરંજનસિંહ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ અને ધર્મેન્દ્રસિંહ પ્રફત્પલસિંહ ચૌહાણ નામના પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૧૦૩ (૧), ૫૪, જીપીએકટની કલમ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધાવ્યો હતો, બંને ફરાર થઈ ગયેલા આરોપી પિતા પુત્રની શોધ ખોળ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર મૃતક સબીરભાઈએ આજથી થોડા દિવસ પહેલા જયરાજસિંહ દરબાર નામના અન્ય એક રીક્ષા ચાલકને ૧૦,૦૦૦ હાથ ઉછીના આપેલા હતા, જે રકમ પરત આપવા માટે ગઈકાલે મૃતક યુવાનને બોલાવ્યો હતો.
જે દરમિયાન રસ્તામાં જડેશ્વર પાર્ક વિસ્તારમાં જયરાજસિંહના સબંધી આરોપી પિતા પુત્ર ધર્મેન્દ્રસિંહ અને નિરંજનસિંહ ભેગા થઈ ગયા હતા અને પૈસાની લેતી દેતીના મામલે બંને શખ્સોએ સદામભાઇ સાથે બોલાચાલી અને માથાકુટ કરી હતી,દરમ્યાન આરોપીઓએ ઉશ્કેરાઇને છરી વડે હત્પમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે.જે બંને આરોપીઓને પોલીસ શોધી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech