નામીચા શખ્સો સામે ફરીયાદ : સ્કોર્પીયોના હપ્તાના મામલે માથાકુટ
જામનગરની જીલ્લા જેલમાં ગત ડીસેમ્બર મહીનમાં પોરબંદરના ફટાણા ગામના એક યુવાનને ઢીકાપાટુનો માર મારીને ધમકી દીધાની જેલમાં રહેલા ત્રણ શખ્સો વિરુઘ્ધ પોલીસ ફરીયાદ નોંધાવવમાં આવી છે, અગાઉ સ્કોર્પીયોના હપ્તા નહીં ભરતા અને ગાડી સગા વ્હાલા મારફત પોરબંદર રખાવી દીધાનો ખાર રાખીને માર માયર્નિું પોલીસમાં જાહેર થયું છે.
પોરબંદરના ફટાણા ગામમાં રહેતા ડ્રાઇવીંગ કરતા ગાંગા ઠેબાભાઇ કોડીયાતર (ઉ.વ.34) નામનો યુવાન વાહન ટ્રકનો ધંધો કરતો હોય અને ફરીયાદીના કાકાના દીકરા ભાઇ રાજુભાઇના નામનો સ્કોર્પીયો નં. જીજે25એએ-9284 આરોપીઓ હપ્તા ભરી આપવાની લાલચ આપતા વાપરવા આપ્યો હતો.
દરમ્યાન આરોપીઓ સ્કોર્પીયોના હપ્તા ભરતા ન હોય જેથી ફરીયાદી ગાંગાભાઇ આ સ્કોર્પીયો તેના સગા વ્હાલા મારફતે પોરબંદર રખાવી દેતા આ બાબતનો ખાર રાખી ગત તા. 9-12-24ના રોજ આરોપી રજાક સોપારીએ ફરીયાદીને જેલની અંદરના પીસીઓમાં બોલાવીને જ્ઞાતી પ્રત્યે અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી હાથ મરડી ધરાર કબુલાત કરાવેલ આ વાહનો તારે ભુલી જવાનું તેમ બળજબરીથી કબુલાત કરાવી હતી.
તેમજ સહ આરોપીઓએ ફરીયાદીને અપશબ્દો કહીને કહેલ કે જો આ મારા મારીની ફરીયાદ કરીશ તો જેલ અંદર જાનથી મારી નાખવાની ધમકી દઇ એકબીજાને મદદગારી કરી હતી. આ બનાવ બાદ ગાંગાભાઇ કોડીયાતર દ્વારા સીટી-એ ડીવીઝન પોલીસનો સંપર્ક કર્યો હતો અને ગત તા. 1ના રોજ ગાંગાભાઇએ રજાક ઉર્ફે સોપારી દાઉદ ચાવડા, રામ ભીમશી નંદાણીયા અને રજાક સાઇચાની વિરુઘ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઇ રાઠોડ તપાસ ચલાવી રહયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગણેશનગરમાં જુગાર રમતા કુખ્યાત ઈભલા સહિત છ શખસો ઝડપાયા
April 23, 2025 02:47 PMશહેરમાં હાર્ટએટેકથી બે આધેડના મુત્યુ: પરિવારમાં ગમગીની
April 23, 2025 02:44 PMમમ્મી કાલે હું છાપામાં આવીશ: એ કાલ જુવે પહેલા રોનકની દુનિયાને અલવિદા
April 23, 2025 02:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech