જામનગરમાં ક્રિકેટ રમવા બાબતે યુવાન પર બેટથી હુમલો

  • July 19, 2021 11:03 AM 

માથામાં ઘા ઝીંકી દઇને ગંભીર ઈજા કર્યાની એક સામે રાવ

જામનગરના રતનબાઇ મસ્જિદ પાસે વજીર ફળીમાં ક્રિકેટ રમતા યુવાનને બેટ વડે માર મારીને ગંભીર ઇજા પહોંચાડયાની એક શખ્સ સામે ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરના રતનબાઇ મસ્જિદ પાસે વજીર ફળિમાં રહેતા સૌરવસિંહ અશ્વિનસિંહ રાઠોડ 21 નામના શખ્સે સીટી-એ ડિવિઝનમાં વજીર ફળી પેઇન્ટર ચોક ખાતે રહેતો મલય નરેન્દ્ર મહેતા સામે આઇપીસી કલમ 324,506( 2 ), 504 તથા જી.પી.એ. 135(1) મુજબ ફરિયાદ નોંધાવી હતી.

જેની વિગત અનુસાર ગત તારીખ 16 ના રોજ રતનબાઇ મસ્જિદ પાસે વજીર ફળીમાં આરોપીના ઘર પાસે ફરિયાદી સૌરવ સિંહ ક્રિકેટ રમતા હોય જે આરોપીને ગમતું ન હોય જેથી આરોપીએ અપશબ્દો બોલી લાકડાના બેટ વડે હુમલો કરીને ફરિયાદીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ફરિયાદના આધારે પોલીસે તપાસ આગળ વધારી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS