જામનગર : બેડેશ્રવરમાં પ્રેમસબંધનો ખાર રાખીને યુવાન પર હુમલો

  • June 05, 2025 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના બેડેશ્ર્વર વિસ્તારમાં પ્રેમસબંધનો ખાર રાખીને એક યુવાનને છરી અને ધોકા વડે માર માર્યાની ચાર ઇસમો વિરુઘ્ધ ફરીયાદ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીઓની અટકાયત કરવા તપાસ લંબાવવામાં આવી છે.


જામનગરના બેડી વિસ્તારમાં રહેતા કોન્ટ્રાકટર રમઝાન અબ્દુલભાઇ ઘુમરા (ઉ.વ.૨૭) નામના યુવાને સીટી-બી ડીવીઝનમાં ગઇકાલે બેડેશ્ર્વર વિસ્તારમાં રહેતા હુશેન વલીમામદ જેડા, અબ્બાસ વલીમામદ જેડા, મોઇન હુશેન જેડા અને રમઝાન ભુરા ચૌહાણ નામના ચાર ઇસમ વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી છે.


ફરીયાદીના ભત્રીજાને એક આરોપીની ભત્રીજી સાથે અગાઉ પ્રેમ સબંધ હોય જે બાબતનો ખાર રાખીને ચારેય આરોપીઓએ ફરીયાદીના ભત્રીજાને આજે તો તું હાથમાં આવી ગયેલ તેમ કહીને અપશબ્દો બોલવા લાગ્યા હતા. દરમ્યાન આરોપી હુશેને છરી વડે ફરીયાદીના ભત્રીજા નજીરને વાંસાના ભાગે છરકો કરીને ઇજા પહોચાડી હતી તેમજ અન્ય આરોપીઓએ ધોકા વડે માર મારી મુંઢ ઇજા કરી હતી.
​​​​​​​

દરમ્યાન ફરીયાદી રમઝાનભાઇ અને ફરીયાદીના ભાઇ સલીમ તથા ઓસમાણ આવી જતા ચારેય આરોપીઓ ગાળાગાળી કરીને નાશી જઇ એકબીજાને મદદગારી કરી હતી. દરમ્યાન ઇજા પામેલ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. ફરીયાદના આધારે પીએસઆઇ મોઢવાડીયા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application